The condition of many magicians of Gujarat is pitiable, Magicians seek help from the government
મદદ /
ભારતની પ્રાચીન કલાઓમાંની એક કલા 'જાદુ' લુપ્ત થવાના આરે, જાદુગરોએ સરકાર પાસે માંગી સહાય
Team VTV11:53 PM, 01 Jun 22
| Updated: 12:10 AM, 02 Jun 22
ભારતની પ્રાચીન કલા એટલે જાદુ, આ જાદુકળા લુપ્ત થઇ રહી છે તેને બચવા માટે મેજિશિયન ઝઝૂમી રહ્યા છે
ભારતની પ્રાચીન કલાઓમાં એક એટલે જાદુ
ગુજરાતના અનેક જાદુગરની હાલત બની છે કફોડી
જાદુગરો દ્વારા સરકાર પાસે સહાયની માગ
ભારતની પ્રાચીન કલા માંથી એક એટલે જાદુગરી, એક સમય હતો જ્યારે ગામડા તથાં શહેરમાં લોકો જાદુ ના શો જોવા માટે પરીવાર સાથે જતા હતાં પરંતુ આજે સમય બદલાયો છે ખાસકરીને જ્યારથી ટેલિવિઝન અને મોબાઇલ ફોન આવ્યા ત્યારથી જાદુગરના શો જોવા માટે લોકો જતા નથી જેના કારણે હાલ તેમની હાલત કફોડી બનતા જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બન્યું છે સાથે જ જાદુની કલા લુપ્ત થવાના આરે આવી પહોંચી છે. ત્યારે જાદુગરો દ્વારા સરકાર પાસે સહાયની માગ કરવામાં આવી છે.
કોરોના કાળમાં ઘરવખરી વેચી સ્ટાફનું પેટીયું ભર્યું
ધોરાજી ના નગરપાલિકા ટાઉન હોલ ખાતે જાદુગર ના ખેલ માટે આવેલ મેજિશિયન એવા શહેનશાહ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે બેટી બચાવો બેટી બઢાવો સ્વચ્છતા અભિયાન અંધશ્રધ્ધા થી લોકો ને જાગૃતી અભિયાન જેવા અનેક જાદુ ના શો મા જાદુગરો લોકો ને જાગૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ હાલ આ પ્રાચીન કલા લુપ્ત થઈ રહી છે અને પ્રાચીન કલા લુપ્ત ન થાય તેના માટે બધા જાદુગરી સાથે સંકળાયેલ જાદુગરો ઝઝૂમી રહ્યા છે તેમા પણ કુદરતી આફત કોરોના આવ્યો બધા ધંધો વેપાર રોજગાર બંધ હતા અને મેજિશિયનો ની હાલત પણ કફોડી થઈ ગઈ હતી ગુજરાન ચલાવવા માટે પોતાની પાસે કિંમતી સામાન વહેચી ને પણ મેજિશિયન તથા તેના સ્ટાફનું ગુજરાન ચલાવતા હતા
સરકાર સમક્ષ શું માંગ?
કોરોના કાળ શાંત પડતા વેપાર રોજગાર શરૂ થયા થયા અને કોરોના બાદ સરકાર દ્વારા ઘણી સહાયો કેટલાય લોકોને આપી પણ મેજિશિયન એટલે જાદુગરો સહાય મળી નથી હાલ પોતાના વતન થઈ દુર અન્ય ગામોમાં મેજિશિયનો જાદુ નો ખેલ કરવા માટે જાય છે ત્યારે જાદુ ના ખેલ માટે ઘણી અગવડતાઓ પડી રહી છે જાદુગર જાદુ ના ખેલ બાદ પણ પોતાનુ અને તેમની સાથે સંકળાયેલ તેમના અન્ય માણસ ની જમવાની સગવડના પણ ફાંફાં પડે છે. જાદુગરે પોતે રસોઈ બનાવી ને ખવડાવે છે ગુજરાત રાજ્ય મા હવે ગણ્યા ગાંઠ્યા જાદુગરો રહયા છે સરકાર પાસે અન્ય લોકો ની જેમ જાદુગરો ને પણ સહાય પેકેજ મળે તેવી ગુહાર લગાવી રહ્યા છે