The condition of farmers like Patu on Padya: Potato prices have reached the bottom even in the face of rising prices
ગજબ થયો /
પડ્યા પર પાટું જેવા ખેડૂતોના હાલ: મોંઘવારી આસમાને પણ બટેકાના ભાવ પહોંચ્યા તળિયે
Team VTV06:40 PM, 09 Oct 21
| Updated: 06:58 PM, 09 Oct 21
દેશમાં પેટ્રોલ,ડીઝલ, રાંઘણ ગેસ સહીત શાકભાજીના ભાવ આસમાને.ત્યારે શાકભાજીના રાજા કહેવાતા બટાકાના ભાવ એકદમ તળીયે..હજુ પણ દોઢ કરોડ આસપાસ બટાટાના કટ્ટા કોલ્ડ સ્ટોરેજમાં.
બનાસકાંઠામાં દોઢ કરોડ બટેટા બેગનો સંગ્રહ
શાક-ભાજીના રાજા બટેટાનો ભાવ તળિયે
બટેટાના ગગડેલા ભાવથી ખેડૂતોમાં ચિંતા
દેશમાં પેટ્રોલ,ડીઝલ, રાંઘણ ગેસ સહીત શાકભાજીના ભાવ આસમાને છે ત્યારે ત્યારે શાકભાજીના રાજા કહેવાતા બટાકાના ભાવ એકદમ તળીયે બેસી ગયેલા જોવા મળી રહ્યા છે હાલ બટાકાના 50 કિલો બેગ ના ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા આસપાસ વેચાયા છે ત્યારે બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો અને વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે
અ ..ધ..ધ..માલનો ભરાવો,ખેડૂતો ચિંતિત
બનાસકાંઠા જિલ્લો એ બટાટાના હબ તરીકે જાણીતું છે અહીં ખેડૂતો મોટાભાગે બટાટાની ખેતી કરતા હોય છે અહીંના ખેડૂતોની મુખ્ય ખેતી બટાટા છે પણ છેલ્લા ઘણા સમયથી બટાટામાં ભાવ ના મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવે છે ચાલુ વર્ષે પણ બટાટામાં બિલકુલ ભાવ નથી જેના કારણે ખેડૂતો બટાટા સારા ભાવ માટે કરીને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યો હતો હાલ માલ બહાર કાઢવાનો સમય આવી ચૂક્યો છે છતાં પણ બટાટા ના બિલકુલ ભાવ નથી મળી રહ્યા સામે વેપારીઓ બટાટા ખરીદવા માટે ના આવવાના કારણે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકાનો માલ બહાર નથી આવી રહ્યા.
હવે દોઢ જ મહિનો ખેડૂતો પાસે
બનાસકાંઠાના 200 જેટલા કોલ્ડ સ્ટોરેજમાં દોઢ કરોડ જેટલા બટાટા બેગોનો સંગ્રહ કરાયેલો છે. બટાકા કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર કાઢવાનો સમય 30 ડિસેમ્બર સુધી હોય છે હજી પણ આટલો બધો બટાકા નો માલ પડયો છે, ત્યારે આ બટાટા બહાર કાઢવાનો સમય હવે ખેડૂતો પાસે ફક્ત દોઢ મહિનો જ રહ્યો છે. ત્યારે જો આ વખતે પણ બટાટામાં ખેડૂતોને ભાવ નહીં મળે તો ફરી એકવાર આ બટાકા રસ્તા પર નાખવામાં આવે તો નવાઈ નથી
દોઢ કરોડ કટ્ટા હજુ પણ યથાવત
જો આ જ ભાવ બટાટાનો બે મહિના સુધી રહેશે તો ખેડૂતો અને વેપારીઓને બટાટાના પૈસા નહીં નીકળે અને જે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે તે બહાર કઢાવવા માટે ભાડું પણ આમાંથી નીકળે નહીં તેવું લાગી રહ્યું છે. ખેડૂતોએ 2500 રૂપિયા ભાવ ના બટાટાના કટ્ટા નું વાવેતર કર્યું હતું. સારા ભાવની આશાએ દવાઓ અને ખાતર નાખીને બટાકાનું મબલખ ઉત્પાદન મેળવ્યું,પણ જ્યારે બટાટા વેચવાનો વારો આવ્યો ત્યારે બટાટાના ભાવ એકદમ તળીયે બેસી જતા સારા ભાવની આશાએ ખેડૂતોએ આ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યો હતો. જિલ્લાના કોલ્ડસ્ટોરેજ માં 3 કરોડ જેટલા કટ્ટાઓનો સંગ્રહ થયો હતો. જેમાંથી વેચતા વેચતા હાલ દોઢ કરોડ આસપાસ કટ્ટા હજુ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે.
ભાવ તળિયે,સરકાર સબસીડી આપે
હાલ બટાકાનો ભાવ એકદમ તળીયે બેસીલો જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતો હજી બટાટાની સારા ભાવ ની આશા એ બટાટા વેચતા નથી પણ હવે કોલ્ડસ્ટોરેજ ખાલી કરવાનો સમય પણ આવી ગયો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ટોક કોલ્ડ સ્ટોરેજમાં હોવાના કારણે એકી સાથે એટલા બટાટા વેચવા પણ મુશ્કેલ છે તો આવી જ પરિસ્થિતિ રહી તો ફરી એકવાર બટાટા બહાર નાખવાનો વારો આવે તો નવાઈ નથી ખેડૂતોની માંગ છે કે સરકાર બટાટામાં સબસીડી આપે અથવા તો ટેકાના ભાવે ખરીદી કરી તો તેમને થોડો ફાયદો થઈ શકે છે