કચ્છમાં ઠંડીનો ચમકારો, રણોત્સવમાં પ્રવાસીઓએ માણી ગુલાબી ઠંડીની મજા

By : kavan 10:52 AM, 05 January 2019 | Updated : 12:25 PM, 05 January 2019
કચ્છ: ગુજરાતના કચ્છ વિશે કહેવાય છે કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...ખાસ કરીને કચ્છનું આકર્ષણ હંમેશા દેશ અને વિદેશના સહેલાણીઓમાં રહ્યું છે. હાલ કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે અને બીજી તરફ ઠંડીનો માહોલ. અહીં રાત્રીના સમયમાં આકાશમાં ઉગેલા ચાંદ અને સફેદ રણનો અદભૂત નજારો જોવા મળે છે. 
  ત્યારે કચ્છના રણોત્સવમાં અનેક સહેલાણીઓ મજા માણવા પહોંચ્યા છે. રણોત્સવમાં ટેન્ટ સિટી ખાસ કરીને આકર્ષણનુ કેન્દ્ર હોય છે. ત્યારે પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે. વહેલી સવારથી જ સફેદ રણમાં ઠંડીની મજા લેવા માટે સહેલાણીઓ અહીં આવ્યા છે.નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. અહીં તાપમાનનો પારો ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે કચ્છમાં એક તરફ રણોત્સવ ચાલી રહ્યો છે અને સહેલાણી પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ફુલ ગુલાબી ઠંડી વચ્ચે રણમાં મોડી રાતે દેખાતા ચંદ્રને જોવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે.Recent Story

Popular Story