ગત 17 જાન્યુઆરીએ અરૂણાચલ પ્રદેશનો યુવક સરહદ પાસેથી ગાય થયો હતો. જે મામલે ભારતીય સેના દ્વારા ચીનની આર્મીને તેને શોધવા કહેવામાં આવ્યું ત્યારે ચીનની આર્મી દ્વારા પણ તેને શોધી આપવા આશ્વાસન આપવામાં આવ્યું છે.
અરૂણાચલ પ્રદેશનો યુવક સરહદ પાસેથી થયો ગાયબ
ચીનની આર્મીએ યુવકને શોધવાના આપ્યા સંકેત
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કરી આપી માહિતી
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કરીને આજે એવી માહિતી આપી કે ચીનની પીએલએ સાથે હોટલાઈન પર સંપર્ક થયો. જેમા પીએલએ દ્વારા આપણા નાગરિકને તેમણે પરત સોંપવાની વાત કરી હતી. સાથેજ તેમણે એવું પણ કીધું સમય અને સ્થળ પર જલ્દીથી બતાવામાં આવશે જ્યા તેમણે નાગરિક સોંપવાની વાત કરી હતી.
Hotline exchanged on Republic Day by Indian Army with Chinese PLA. PLA responded positively indicating handing over of our national and suggested a place of release. They are likely to intimate date and time soon. Delay attributed to bad weather conditions on their side. https://t.co/CX7pu2jIRV
આપને જણાવી દઈએ કે અરૂણાચલ પ્રદેશનો 19 વર્ષીય યુવક મિરાન તૈરોન 17 જાન્યુઆરીથી ગાયબ છે. જેથી આ મુદ્દે સેના દ્વારા પણ ચીનના અધિકારીઓ સાથે વાત કરીને તેની ઓળખ અને તેનો ફોટો આપ્યો છે. ગુમ થનાર યુવક અરુણાચર કેઅપર સિંયાંગ સિયાંગ જિલ્લાના જિડો ગામનો રહેવાસી હતો અને ગત 18 તારીખથી તે ગુમ થયો છે.
ચીની અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી
રિજિજૂએ કહ્યું કે એલએસીની ખૂબ નજીકથી મિરામ ગાયબ થયો હતો. આ મુદ્દે ભારતીય સેનાને જાણ થતાજ તેમણે 19 તારીખે ચીની અધિકારીઓ સાથે સંપર્ક સાધી તેને શોધવા અને જો તે ત્યા હોય તો તેને પરત લાવવા માગ કરી હતી.
ટૂંક સમયમાં યુવક પરત ભારત આવશે
ઉલ્લેખનીય છે કે ગુમ થનાર યુવક મિરામ રસ્તો ભટકીને ચીન તરફ જતો રહ્યો હતો. અથવા તો ચીનની આર્મી દ્વારા તેને ઉઠાવી લેવામાં આવ્યો હોય તેવી આશંકા હતી. જોકે ચીનના અધિકારીઓએ એવું આશ્વાસન આપ્યુ હતું કે તેઓ યુવકને શોધવામાં મદદ કરશે. જેથી હવે ટૂંક સમયમાંજ ભારતનો નાગરીક પર તેના વતન ફરી શકશે.