બ્રેકિંગ ન્યુઝ
VTV / The child stole mom's gold necklace and dad's chain and 20 thousand rupees to play the game
Pravin
Last Updated: 06:07 PM, 2 February 2022
ગેમમાં હથિયારોને અપડેટ કરવા માટે પડે છે પૈસાની જરૂર
માતાનો સોનાનો હાર અને પિતાની 4 તોલાની ચેઈન ચોરી
ઘરમાંથી કુલ 20 હજાર રૂપિયાની કરી હતી ચોરી
ADVERTISEMENT
આ મામલો મધ્યપ્રદેશના છતરપુર શહેરની છે. જ્યાં બે બાળકો પાડોશી તરીકે રહે છે. બંને વચ્ચે મિત્રતા પણ છે. કોરોનાના સમયગાળા દરમિયાન બંને એકસાથે ઓનલાઈન ક્લાસમાં ભાગ લેતા હતા. આ દરમિયાન બંને ક્લાસ માટે મળેલા મોબાઈલ પર ફ્રી ફાયર ગેમ રમતા શીખ્યા. બંનેને ઓનલાઈન ગેમ્સની એટલી લત લાગી ગઈ કે રિચાર્જ કરાવવા માટે તેઓ પોતપોતાના ઘરેથી પૈસાની ચોરી કરવા લાગ્યા હતા. ઘરમાં અવારનવાર થતી ચોરીઓ બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી, જે બાદ તપાસમાં બાળકોઓ ચોરી કરવા હોવાનું સામી આવ્યું હતું. રેકોર્ડિંગમાં ખબર પડી કે આ પૈસા તેના બાળકો ચોરી કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2021માં એક 12 વર્ષના છોકરાએ તેના ઘરમાંથી માતાનો સોનાનો હાર અને પિતાની 4 તોલાની ચેઈન ચોરી લીધી હતી. બંને પોતપોતાના ઘરેથી અત્યાર સુધીમાં 20 હજાર રૂપિયાની ચોરી પણ કરી ચૂક્યા છે. સંબંધીઓને ખબર પડી ત્યાં સુધીમાં તેઓ મોબાઈલમાં 14 હજારનું રિચાર્જ કરાવી ચૂક્યા હતા.
ગેમમાં હથિયારોને અપડેટ કરવા માટે પડે છે પૈસાની જરૂર
ફ્રી ફાયર ગેમમાં 10-મિનિટની લડાઈનો સમાવેશ થાય છે. યુઝર્સને નવા શસ્ત્રો ખરીદવાની તક મળે છે. ફ્રી ફાયર મિત્રો સાથે મળીને રમી શકાય છે. યુઝર્સ ટીમ સાથે રમવાનું પસંદ કરે છે. ગેમ રમવા અને ગેમનું લેવલ અપગ્રેડ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે.
ADVERTISEMENT
બાળકો કેવી રીતે રમતો રમવાનું કરી શકે બંધ
કેટલીક કંપનીઓએ પેરેંટલ કંટ્રોલ એપ્સ બહાર પાડી છે. આવી એપ્સ પ્લે સ્ટોર પરથી ખરીદી શકાય છે. તેને ખરીદતા પહેલા તેને સારી રીતે તપાવું જરૂરી છે. વાલીઓએ પણ બાળકોને ગેમ રમવા માટે સમય ફાળવવો જોઈએ. અડધા કલાકથી વધુ રમત રમવા ન દો.
માતાપિતાએ બાળકોને આપવું જોઈએ સમય
જે બાળકો ઓનલાઈન ગેમ્સ રમતા હોય, માતાપિતાએ આવા બાળકોને શારીરિક પ્રવૃત્તિ માટે પ્રેરિત કરવા જોઈએ. માતાપિતાએ બાળકો સાથે સમય પસાર કરવો જરૂરી છે.
પૈસા ગુમાવવાના તણાવમાં બાળકે કરી આત્મહત્યા
અગાઉ 30 જુલાઈ, 2020 ના રોજ, સાગર રોડ, છતરપુરના રહેવાસી 13 વર્ષીય યુવકે ફ્રી ફાયર ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવ્યા બાદ તણાવમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સાગર રોડ પર પેથોલોજીનું સંચાલન કરતા વિવેક પાંડેની પત્ની પ્રીતિ પાંડે જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટેડ છે. દંપતીના પુત્ર ક્રિષ્ના પાંડેને પણ ઓનલાઈન ક્લાસ દરમિયાન ફ્રી ફાયર ગેમ રમવાની લત લાગી ગઈ હતી. ઘણા લોકો આ ગેમમાં ઓનલાઈન સામેલ છે. તેઓ પૈસાનું રોકાણ કરીને જીત અને હાર પર પણ સટ્ટો લગાવે છે. કૃષ્ણાએ પોતાની સુસાઈડ નોટમાં 40,000 રૂપિયા ગુમાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો.
ભોપાલમાં 11 વર્ષના છોકરાએ ફાંસી લગાવી લીધી
ઓનલાઈન ગેમ્સની લતને કારણે 13 જાન્યુઆરી 2022ના રોજ ભોપાલમાં એક 11 વર્ષના છોકરાએ ગળેફાંસો ખાઈ લીધો. શંકરાચાર્ય નગર બાજરિયામાં રહેતા યોગેશ ઓઝા ઓપ્ટિકલની દુકાન ચલાવે છે. તેમનો 11 વર્ષનો એકમાત્ર પુત્ર સૂર્યાંશ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, અવધપુરીમાં 5મા ધોરણનો વિદ્યાર્થી હતો. માતા-પિતાએ જણાવ્યું હતું કે, બાળકને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવાની ખરાબ ટેવ હતી. આ ઉપરાંત તે ટીવીમાં પણ ગેમ રમતો હતો. તેને ઓનલાઈન ગેમ્સનો એટલો શોખ હતો કે તેણે આ ગેમ ફાઈટરના ડ્રેસનો ઓનલાઈન ઓર્ડર પણ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.