બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / The Chief Minister and the Council of Ministers will do this work today before Kamurta

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 / શપથ લીધા બાદ હવે કમુરતા પહેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સૌથી પહેલું કરશે આ કામ

Priyakant

Last Updated: 07:34 AM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂપેન્દ્ર પટેલની સાથે 16 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા, કમુરતા પહેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આજે.......

  • કમુરતા પહેલા નવી સરકારના મંત્રીઓ કાર્યભાર સંભાળશે 
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પોતાનો કાર્યભાર સંભાળશે
  • સવારે 10.30 કલાકે CM ભુપેન્દ્ર પટેલ પોતાનો કાર્યભાર સંભાળશે
  • સિનિયર મંત્રી ઋશિકેષ પટેલ,જગદીશ પંચાલ ચાર્જ સંભાળશે 
  • બળવંતસિંહ રાજપૂત પોતાનો ચાર્જ સંભાળશે

ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભાજપે ગઇકાલે ભારે બહુમતી સાથે સરકાર બનાવી દીધી છે. ગઇકાલે વડાપ્રધાનની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે 16 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. જોકે હવે કમુરતા પહેલા નવી સરકારના મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આજે જ પોતાનો કાર્યભાર સંભાળશે. 

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ હવે આજે તેઓ પદભાર સંભાળશે. કમુરતા પહેલા નવી સરકારના મંત્રીઓ પણ આજે કાર્યભાર સંભાળશે. આજે સવારે 10.30 કલાકે CM ભુપેન્દ્ર પટેલ પોતાનો કાર્યભાર સંભાળશે. આ સાથે સિનિયર મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ પણ ચાર્જ સંભાળશે. તો બળવંતસિંહ રાજપુત પણ આજે પોતાનો ચાર્જ સંભાળશે. મહત્વનું છે કે, ગઇકાલે એટલે કે સોમવારે જ તમામ મંત્રીઓએ ચેમ્બર સોંપાઈ છે. 

નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી પણ કરવામાં આવી દીધી છે. જેમાં 16 મંત્રીઓનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે, પ્રવકતા મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

મંત્રીઓને ખાતા ફાળવાયા 

આજે શપથવિધી બાદ નવા મંત્રીમંડળની પહેલીવાર બેઠક યોજાઈ હતી જેમાં તેમને વિવિધ ખાતાઓની વહેચણી કરવામાં આવી છે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને બનાવ્યા છે જ્યારે બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રી તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે કુબેર ડિંડોરને પ્રા.શિક્ષણ,આદિજાતિ મંત્રાલય અપાયું છે જ્યારે રાઘવજી પટેલને ફરી કૃષિ વિભાગ સોંપાયું છે.

  નામ પદ ખાતું બેઠક ઉંમર શિક્ષણ સંપત્તિ
- ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો ઘાટલોડિયા 60 ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ 8 કરોડ 22 લાખ
1 કનુ દેસાઈ કેબિનેટ મંત્રી નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પારડી 71 ગ્રેજ્યુએટ (LLB, B.Com) 10 કરોડ 93 લાખ
2 ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ રાજકોટ ગ્રામ્ય SC-8 47 ગ્રેજ્યુએટ (BA, LLB) 2 કરોડ 79 લાખ
3 કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ સંતરામપુર-ST-4 51 Ph. D 2 કરોડ 26 લાખ
4 બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર સિદ્ધપુર 61 BA ગ્રેજ્યુએટ 372 કરોડ
5 ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો વીસનગર 61 ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ 15 કરોડ 73 લાખ
6 રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, જામનગર ગ્રામ્ય 60 ગ્રેજ્યુએટ L.L.B 3 કરોડ 99 લાખ
7 મૂળુભાઈ બેરા કેબિનેટ મંત્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ ખંભાળિયા 57 10 પાસ 5 કરોડ 93 લાખ
8 કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો જસદણ 67 ગ્રેજ્યુએટ (B.Ed, B.Sc) 2 કરોડ 44 લાખ
9 જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા) નિકોલ 49 12 પાસ
29 કરોડ 6 લાખ
10 હર્ષ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા) મજૂરા 37 8 પાસ 17 કરોડ 42 લાખ
11 ભીખુસિંહ પરમાર રાજ્યકક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મોડાસા 68 10 પાસ 4 કરોડ 43 લાખ
12 બચુ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી પંચાયત, કૃષિ દેવગઢબારિયા 67 10 પાસ 92 લાખ
13 પ્રફુલ પાનસેરીયા રાજ્યકક્ષાના મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ કામરેજ 51 ગ્રેજ્યુએટ 19 કરોડ 69 લાખ
14 મુકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા ઓલપાડ 52 12 પાસ 4 કરોડ 91 લાખ
15 કુંવરજી હળપતિ રાજ્યકક્ષાના મંત્રી આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ માંડવી- ST-18 55
ગ્રેજ્યુએટ (BA, B.ED)
1 કરોડ 7 લાખ
16 પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી મત્સ્યોદ્યોગ અને પશુપાલન ભાવનગર ગ્રામ્ય 61 ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ 53 કરોડ 52 લાખ

સંકળાયેલા મુદ્દાઓ

CM ભૂપેન્દ્ર પટેલ કમુરતા કેબિનેટ મંત્રી ગુજરાત નવું મંત્રીમંડળ ગુજરાતમાં નવી સરકાર રાજ્યકક્ષા મંત્રી શપથ ગ્રહણ Bhupendra Patel Government 2.0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ