CGSTની ટીમનો સૌરાષ્ટ્ર-કચ્છમાં સપાટો, 25 કરોડ 17 લાખનો બાકી ટેક્સ વસૂલ્યો

By : vishal 04:02 PM, 21 February 2019 | Updated : 04:02 PM, 21 February 2019
રાજ્યમાં GSTની વસુલાત માટે CGSTના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. CGSTના અધિકારીઓએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જામનગર અને ગાંધીધામમાં દરોડા પાડીને ટેક્સ વસૂલ્યો છે.

આ દરોડામાં જામનગરના 1 વેપારી, ગાંધીધામના 6 વેપારીઓ પાસેથી ટેક્સ વસુલવામાં આવ્યો છે. કુલ 7 વેપારીઓ પાસેથી CGSTના અધિકારીઓએ 25 કરોડ 17 લાખનો બાકી ટેક્સ વસૂલ્યો છે.

મળતી માહિતી મુજબ માન ઈન્ડસ્ટ્રીઝ પાસેથી 22 કરોડ, હાઈટેક એક્ટોર્શન પાસેથી 1 કરોડ 43 લાખ, વિમલ ફ્યુઅલ એન્ડ મેટર પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 41 લાખ 71 હજાર, આર્યા કોટન ઈન્ડસ્ટ્રી પાસેથી 76 લાખ, એન.આર.બ્રધર્સ મલ્ટીટ્રેડ પાસેથી 71 લાખ, દિપક એસીડ એન્ડ કેમિકલ ઈન્ડસ્ટ્રી પાસેથી 45 લાખ 56 હજાર અને તરંગ એસોસીએટ સર્વિસિઝ પાસેથી 72 લાખ રૂપિયા ટેક્સ વસૂલાયો છે.



Recent Story

Popular Story