The Central Government's big announcement regarding unlocking the country, giving permission to the states to do this work by writing a letter
મહામારી /
દેશને અનલોક કરવાને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, લેટર લખીને રાજ્યોને આપી આ કામ કરવાની છૂટ
Team VTV04:44 PM, 16 Feb 22
| Updated: 04:52 PM, 16 Feb 22
દેશમાં કોરોનાના વળતા પાણી થતા કેન્દ્ર સરકારે હવે રાજ્યોને નવા આદેશ જારી કર્યાં છે.
દેશમાં કોરોનાના વળતા પાણી
કેન્દ્ર સરકારે રાજ્યોને ફરી લખ્યો લેટર
હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે તમામ રાજ્યોને જણાવ્યું
પાંચ સૂત્રીય એજન્ડા પર કામ ચાલુ રાખો
દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર કાબુમાં આવી છે ત્યારે દેશને ધીરે ધીરે અનલોક કરવાની દિશામાં પહેલ શરુ કરાઈ છે.કેન્દ્ર સરકારે પણ રાજ્યોને ફરી લેટર લખીને કેટલાક નવા આદેશ આપ્યાં છે. યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું કે દેશમાં મહામારીના વળતા પાણી દેખાઈ રહ્યાં છે અને તેથી રાજ્યોએ જરુર પડે તો હવે કોરોના પ્રતિબંધો હટાવી શકે છે અથવા તો તેમાં પોતાની જરુરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે છે.
Union Health Secretary Rajesh Bhushan writes to all States/UTs, asks them to review and amend or end additional COVID19 restrictions as the pandemic in the country shows a sustained declining trend pic.twitter.com/7iTlZ8tF4q
રાજ્યો કોરોના પ્રતિબંધો હટાવી શકે
કેન્દ્ર સરકારે રાજ્યોને લખેલા પત્રમાં એવું પણ જણાવ્યું છે કે જો રાજ્યોને જરુર લાગે તો તેઓ કોરોના પ્રતિબંધો હળવા કરી શકે અથવા પોતાની જરુરિયાત અનુસાર ફેરફાર કરી શકે. કેન્દ્ર્ના આદેશ બાદ રાજ્યો પણ પોતાને જરુર લાગે તો કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી શકે છે અથવા તો તેમાં ફેરફાર કરી શકે.
States/UTs must also continue monitoring the trajectory of cases and spread of infection on a daily basis. They may also the five-fold strategy of- Test- Track-Treat-Vaccination & adherence to Covid appropriate behavior: Union Health Secretary
પાંચ પ્રકારની સ્ટ્રેટેજી ચાલુ રાખો
યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણે રાજ્યોને લખેલા લેટરમાં જણાવ્યું કે રાજ્યોએ કોરોના કેસનો ગ્રોથ પર દેખરેખ રાખતા રહેવું જોઈએ અને દૈનિક આધારે સંક્રમણના કેસો પર ધ્યાન રાખવું જોઈએ. રાજ્યો પાંચ પ્રકારની સ્ટ્રેટેજી પણ ચાલુ રાખી શકે, ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટ, વેક્સિનેશન અને કોવિડ અનુરુપ વ્યવહાર.
રાજ્યોને શું આદેશ આપ્યા કેન્દ્ર સરકારે
જરુર લાગે તો કોરોનાના તમામ પ્રતિબંધો હટાવો
કોરોના પ્રતિબંધોમાં ફેરફાર પણ કરી શકાય
પાંચ સૂત્રીય એજન્ડા પર કામ ચાલુ રાખી શકાય
ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટ, વેક્સિનેશન અને કોવિડ અનુરુપ વ્યવહાર
દેશમાં હળવી પડી ત્રીજી લહેર
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર હળવી પડી છે. રાજ્યો પણ પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધોમાં છૂટ આપી રહ્યાં છે. દેશમાં કોરોના વાયરસનો કહેર ઘટી રહ્યો છે. રોજબરોજ નોંધાતા કોરોનાના કેસ ઘટી રહ્યા છે. મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે જો આગામી 4 અઠવાડિયા સુધી કોરોનાના કેસ ઘટતા રહેશે અથવા તો સ્થિર થઇ જશે તો કોરોના વાયરસ સંક્રમણ એન્ડેમિક એટલે કે સ્થાનિય સ્તર પર ફેલાનારી બીમારીના તબક્કામાં સામેલ કરાશે એવું વાયરોલોજિસ્ટ ટી જૈકબ જૉને કહ્યું.
વધુ ખતરનાક વેરિઅન્ટ આવવાની શક્યતા ઓછી છે
સેન્ટર ઑફ એડવાન્સ્ડ રિસર્ચ ઇન વાઈરોલોજી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ભૂતપૂર્વ ડિરેક્ટરે કહ્યું કે આ અંગે ભવિષ્યવાણી કરી ન શકાય. પરંતુ અનુમાન લગાવી શકાય છે. તેમણે આગાહી કરી હતી કે સ્થાનિક તબક્કો ઘણા મહિનાઓ સુધી ચાલશે અને ઓમિક્રોન કરતાં વધુ ચેપી અને ડેલ્ટા કરતાં વધુ ખતરનાક કંઈક બહાર આવવાની શક્યતા ઓછી છે.