Team VTV11:05 PM, 31 Jan 23
| Updated: 11:06 PM, 31 Jan 23
વર્ષ 2023ના પ્રારંભે જ કેન્દ્ર સરકારને જબરદસ્ત જીએસટી કલેક્શન પ્રાપ્ત થયું છે, જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે રૂ.1,55,922 કરોડની આવક મેળવી છે, આવો જાણીએ સરકારને કેટલી કમાણી થઈ.
સૌથી વધુ આઈજીએસટીનું કલેક્શન
2023ના પ્રારંભે જ કેન્દ્ર સરકારને જબરદસ્ત જીએસટી કલેક્શન મળ્યું
કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા આજે મંગળવારે જાન્યુઆરી 2023ના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ બીજી સૌથી વધુ આવક નોંધાઇ છે. સરકારે જાહેર કર્યું હતું કે સતત 11 મા મહિનામાં જીએસટીની આવક 1.55 લાખ કરોડના આકડાને પાર કરી ગઈ છે.સરકારને જાન્યુઆરી મહિનામાં 1,55,922 કરોડ રૂપિયાની જીએસટી આવક થઈ છે. નોંધનિય છે કે, ગત ડિસેમ્બર 2022મા 1,49,507 કરોડની આવક નોંધાઇ હતી.એકદંરે આંકડા જોઈએ તો મોદી સરકારને જીએસટીથી જબરદસ્ત આવક પ્રાપ્ત થઈ રહી છે.
👉 2nd highest Gross GST collection in January 2023, breaching earlier 2nd highest record in the Month of October 2022
👉 ₹1,55,922 crore gross GST revenue collected in the month of January 2023
કેન્દ્રીય નાણાં મંત્રાલયના આંકડા મુજબ સરકારને સીજીએસટી રૂપે રૂ.28963 કરોડ, એસજીએસટી રૂપે રૂ.36730 કરોડ અને આઈજીએસટી રૂપે સૌથી વધુ રૂ.79,599 કરોડની આવક થઈ છે.આઈજીએસટીમા રૂ.37,118 કરોડ રૂપિયા વસ્તુઓની આયતમાંથી પ્રાપ્ત થયા હોવાનું નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયું હતું.
એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડની થઈ હતી આવક
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા સત્તાવાએ રીતે ટ્વીટ પર જાણકારી આપતા જણાવ્યું કે જાન્યુઆરી 2023 માં અત્યાર સુધીની બીજી વખતની સૌથી વધુ રકમની આવક થવા પામી છે. જાન્યુઆરી 2023માં 1,55,922 કરોડ ની રકમ મળી છે. આ અગાઉ એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડની જીએસટી પેટે આવક થવા પામી હતી.