The central government has made a big announcement to supply cooking gas through pipeline across the country, find out when the facility will be available.
મોટી રાહત /
આખા દેશમાં પાઈપલાઈન દ્વારા રાંધણ ગેસ પહોંચાડવા કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ક્યારથી મળશે સુવિધા
Team VTV07:00 AM, 29 Mar 22
| Updated: 08:38 AM, 29 Mar 22
પાઈપલાઈન દ્વારા ઘેર ઘેર રાંધણ ગેસ પહોંચાડવાના મુદ્દે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે.
પાઈપલાઈન દ્વારા ઘેર ઘેર રાંધણ ગેસ પહોંચાડવાનો મામલો
સરકારે રાજ્યસભામાં આપી મોટી માહિતી
કહ્યું 98 ટકા વસતીને પાઈપલાઈન ગેસથી આવરી લેવાશે
ભારતના 82 ટકા વિસ્તારમાં પાઈપલાઈન દ્વારા ગેસ પહોંચાડાશે
સરકારે રાજ્યસભામાં એવું જણાવ્યું કે તાજેતરના લેટેસ્ટ કામ બાદ ભારતના 82 ટકા વિસ્તારોને પાઈપલાઈન ગેસથી આવરી લેવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે હાલમાં પાઈપલાઈન ગેસના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં દેશના 82 ટકા વિસ્તોરોને પાઈપલાઈન ગેસથી જોડી લેવામાં આવશે અને 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા ગેસ મળી રહેશે.
More than 82 per cent of India's land area and 98 per cent of population will be covered with piped cooking gas after latest round of expansion work: Govt in Rajya Sabha
રાંધણ ગેસ પાઈપલાઈન વિસ્તરણનું ચાલી રહ્યું છે કામ
મે 2022માં રાંધણ ગેસ એક્સપાન્શન વર્ક માટેની બોલીઓ ખોલવામાં આવશે તે પછી 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા રાંધણ ગેસ મળતો રહે તેવું કામ કરવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે એક વાર બોલીનું કામ પુરુ થઈ જાય તે પછી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે થોડા વર્ષો લાગી શકે છે પરંતુ આખરે 98 ટકા વસતીને રાંધણગેસથી આવરી લેવામાં આવશે. 11મા રાઉન્ડની બોલી બાદ લગભગ 82 ટકા વિસ્તારો અને 98 ટકા વસતીને પાઈપલાઈન રાંધણ ગેસથી આવરી લેવાશે જેને કારણે તમામ પરિવારોને ઘેર બેઠા રાંધણ ગેસ મળતો થઈ જશે.
આ વિસ્તારોમાં પાઈપલાઈન દ્વારા નહીં પહોંચાડાય રાંધણ ગેસ
મંત્રી પુરીએ કહ્યું કે નોર્થ ઈસ્ટ, જમ્મુ અને કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમા પાઈપલાઈન દ્વારા રાંધણ ગેસ નહીં પહોંચાડવામાં આવે.તેમણે કહ્યું કે સામાન્ય રીતે પાઈપલાઈન દ્વારા આવતો ગેસ ખૂબ સસ્તો પડે છે અને વધારે ઉપભોક્તાને અનુકૂળ થઈ રહેતો હોય છે, સિલિન્ડર કરતા તો ઘણો સસ્તો પડે છે.