સુરત ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 1995માં થયેલી હત્યાનો ભેદ હવે ઉકેલાયો છે, આરોપીએ 23 વર્ષની ઉંમરે હત્યા કરી હતી અને 52 વર્ષની વય ઝડપાયો છે.
પાડેસરામાં બનેલી હત્યાનો ભેદ 28 વર્ષ બાદ ઉકેલાયો
વર્ષ 1995માં થયેલી હત્યાનો ભેદ હવે ઉકેલાયો
આરોપીએ 23 વર્ષની ઉંમરે હત્યા કરી હતી અને 52 વર્ષની વય ઝડપાયો
સુરતના પાડેસરામાં બનેલી હત્યાનો ભેદ 28 વર્ષ બાદ ઉકેલાયો છે. 23 વર્ષની ઉંમરે હત્યા કરી હતી અને 52 વર્ષની વય આરોપી ઝડપાયો છે. કાનૂનથી બચવા માટે ગુનેગારો અનેક નૂસકાઓ અપનાવી લે પરંતુ આખીરકાર તેઓ પકડાઈ જ જતા હોય છે. યુવાવસ્થાનમાં કરેલી હત્યાની સજા ઘડપણમાં ભોગવવાનો વારો આરોપીને આવ્યો છે.
આરોપી
આરોપી કેરળથી ઝડપાયો
સમગ્ર ઘટના આ રીતે છે કે, સુરતના પાંડેસરામાં વર્ષ 1995માં હત્યા થઈ હતી અને જે હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ભારે જહેમત ઉપાડી હતી, જે સમગ્ર કેસની છાનબિન કરતા પકડાયેલ આરોપી શંકાના દાયરામાં આવ્યો હતો અને પોલીસે આરોપીને ઝડપવા માટે વર્ષોની મહેનત બાદ છેલ્લા એક-બે વર્ષથી આરોપી પર કડી નજર રાખીને કેરળથી દબોચી લીધો છે.
તલવાર અને ચાક્કું વડે હત્યા કરી હતી
સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલો આરોપી કૃષ્ણે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, વર્ષ 1995માં આરોપીને પાંડેસરાના સિદ્રાર્થનગરના કારખાનામાં મજૂરી કામ કરતો હતો તેમજ તેની સાથે કામ કરતો તેના મિત્રની તેણે હત્યા કરી હતી, જે મિત્રની હત્યા કરી તેની સાથે રહેતો હતો. તેણે હત્યાના કારણમાં જણાવ્યું કે, તેની સાથે વિશ્વાસઘાત અને જૂઠ્ઠુ બોલી ગદ્દારી હતી જેથી તેણે ઘરની બહાર લઈ જઈ રાત્રિના સમય મિત્ર શિવરામ નાયકને ઘરની બહાર લઈ જઈ તલવાર અને ચાક્કું વડે તેણે અને બિરેન શેટ્ટી નામની વ્યક્તિએ હત્યા કરી બાદમાં તેના મૃતદેહને નહેરમાં ફેકી દીધો હતો ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પીઆઈ લલિત વાગડિયા
આરોપીએ નવા આધાર પુરાવા પણ બનાવી લીધા હતા
પીઆઈ લલિત વાગડિયાએ જણાવ્યું કે, વર્ષ 1995માં થયેલી હત્યામાં બે આરોપી નાસતા ફરતા હતા. આરોપીએ હત્યા કરી સુરત છોડી ભાગી ગયા હતા, આરોપીએ હત્યા કરી ત્યારે તેની ઉંમર 23 વર્ષ હતી અને હવે ઝડપાયો એટલે તેની ઉમંર 52 વર્ષની છે. આરોપીનું વતન ઓડિશા છે. આરોપીએ નવા આધાર પુરાવા પણ બનાવી લઈ કાયમી વસવાટ વતનથી અલગ જગ્યા કરવા માંડ્યો હતો.