The case of mass conversion in Gujarat comes to light
નિર્ણય /
ગુજરાતમાં સામૂહિક ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર, કારણ છે ચોંકાવનારું
Team VTV08:55 AM, 15 Dec 22
| Updated: 08:55 AM, 15 Dec 22
મહીસાગર પંથકમાં 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરી બુદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી, બાલાસિનોરની એક હોટલમાં કર્યું ધર્મ પરિવર્તન
મહીસાગરના 45 લોકોએ બાલાસિનોરમાં ધર્મ પરિવર્તન કર્યું
હિન્દુ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરી બુદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી
ખેડા, બાલાસિનોર, પંચમહાલના 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું
ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું છે. વિતગો મુજબ મહીસાગરમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમાં ખેડા, બાલાસિનોર અને પંચમહાલના લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી છે.
મહીસાગરમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું
મહીસાગર પંથકમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં આ તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં ખેડા, બાલાસિનોર અને પંચમહાલના લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ લોકોએ પહેલા કલેક્ટરને અરજી કરી હોવાની પણ સામે આવ્યું છે.
કલેક્ટરને કરી હતી અરજી
મહીસાગરના ખેડા, બાલાસિનોર અને પંચમહાલના લોકોએ ધર્મ પરિવર્તન કરવા 1 મહિના અગાઉ કલેક્ટરને અરજી કરી હતી. જોકે કલેક્ટરે કોઈ જવાબ ન આપતા તમામ લોકોએ ધર્મપરિવર્તન કર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. આ તમામ 45 લોકોએ બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસ પર ધર્મ પરિવર્તન કર્યુ છે.