બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં બે દિવસ પહેલા થયેલી લૂંટનો ભેલ ઉકેલાયો, પાટણ LCBએ 3 લૂટારૂને ઝડપ્યા
Last Updated: 09:36 AM, 8 September 2024
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સવારના પોણા નવેક વાગ્યાના સુમારે બનાસકાંઠાના છાપી હાઈવે માર્ગ પર આવેલ શ્રીરામ હોટલ પર રોકાયેલ રાજસ્થાન પરિવહન નિગમની અમદાવાદ-આબુરોડ દૈસુરી રૂટની બસમાં સવાર આર.સી. આંગડિયા પેઢીનાં અમદાવાદના કર્મચારી પાસેથી ૨૯ સોનાના દાગીનાના પેકેટ તથા કાગળોનું એક કવર બે અજાણ્યા ઇસમો પીસ્તોલ જેવુ હથિયાર બતાવી લુંટ કરી મોટરસાઇકલ ઉપર બેસીને નાસી જતા જે બાબતે આર.સી. આંગડિયા પેઢીના લૂંટનો ભોગ બનનાર કર્મચારી રામસિંહ મુળસિંહ ચૌહાણે બનાસકાંઠા જીલ્લાના છાપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા લૂંટારૂઓને ઝડપી પાડવા બનાસકાંઠા તેમજ પાટણ જીલ્લા પોલીસની ટીમો દૌડતી થઈ જવા પામી હતી પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલે પાટણ LCB ને ગુનો ડિટેકટ કરવા કામે લગાડતા પાટણ એલસીબી પીએસઆઇ આર.કે.પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમારને બાતમી મળેલ કે શ્રીરામ હોટલ, છાપી ખાતે બનેલ બનાવને પાટણ જીલ્લાના રૂવાવી ગામે રહેતા મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદેસિંહ વાઘેલા એ પોતાના મિત્રો સાથે મળી લુંટનો ગુન્હો આચરેલ છે.
ADVERTISEMENT
એલસીબી પોલીસે બાતમીના આધારે આધારે ઉઠાવેલ મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદેસિંહ વાઘેલા રહે.રૂવાવી, તા.જી. પાટણ તથા જગમાલજી ભુપતજી પરમાર રહે. ખિમાણા, તા.કાંકરેજ જી.બનાસકાંઠા તથા કૌશિકજી કાંતીજી રાઠોડ હાલ રહે.ડાભી તા.ઊંઝા જી.મહેસાણા મુળ રહે.મુડેઠા તા,ડિસા જી.બનાસકાંઠા વાળાઓને ઉઠાવી લાવી લૂંટ બાબતે યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપુર્વક આકરી પુછપરછ કરતા તેઓએ લૂંટનો ગુન્હો કર્યો હોવાની પોલીસ સમક્ષ પોપટની જેમ કબૂલાત કરી નાંખેલ, સમગ્ર લુંટની ઘટનાનો માસ્ટર માઈન્ડ પોલીસના હાથે ઝડપાયેલ મિતેશસિંહ જે પહેલા આર.સી. આંગડિયા પેઢીમાં નોકરી કરી ચૂકેલ હતો જેથી તે આંગડિયું લઇને જતા માણસો તથા બસના રૂટોથી વાકેફ હતો જેથી તેને અવાર-નવાર રેકી કરી સમગ્ર લુંટનો પ્લાન બનાવ્યો હતો જે પ્લાન મુજબ પોતાના મિત્ર કૌશિકજી તથા જગમાલજી સાથે પોતાની ઓળખ છુપાવવા માટે પોતે મોઢે માસ્ક તથા માથે હેલ્મેટ પહેરીને તથા અન્ય બંન્ને વ્યક્તિઓએ કેપ પહેરી પોતાની ઓળખ છુપાવી અગાઉથી રેકી દરમ્યાન નક્કી કરેલ છાપી શ્રી રામ નામની ખાનગી હોટલ પર બસ પેસેન્જરો માટે ચા- પાણી, નાસ્તા માટે રોકાતી હોવાની ચોક્કસ બાતમીના આધારે તેવો ત્રણેય આરોપીઓએ ભેગા મળીને પલ્સર બાઇક ઉપર જઇ રાજસ્થાન પરિવહનની દૈસુર રૂટવાળી બસમાં બેસેલ આર.સી.આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુળસિંહ ચૌહાણને પીસ્તોલ જેવી વસ્તુ બતાવી લુંટ કરી ત્યારબાદ પલ્સર બાઇક લઇ લુણપુર ગામે ભાગી ગયેલા, ત્યારબાદ બાઇક લુણસર ગામે ખેતરોમાં મુકી ત્યાં રાખેલ ઇકો ગાડીમાં બેસી પોતપોતાના ઘરે સંતાઈ ગયેલ આમ લૂંટને અંજામ આપવામાં ત્રણેય લૂંટારૂઓ સફળ રહ્યા હતા જોકે આ લૂંટની સમગ્ર ઘટનાં ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કૈદ થઈ જવા પામી હતી.
ADVERTISEMENT
પાટણ એલસીબી પોલીસની પુછપરછ દરમ્યાન મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદેસિંહ વાઘેલા રહે.રૂવાવી, તા.જી.પાટણવાળાના ઘરેથી લુંટથી મેળવેલ સોનાના દાગીનાના પાર્સલથી ભરેલ બે થેલા,બંદુક જેવું દેખાતુ લાઇટર ગન, છરા નંગ-૦૨, હેલ્મેટ, માથે પહેરવાની કેપ તથા ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ પલ્સર બાઇક કબ્જે કરવામાં આવ્યું હતું ગુન્હાના કામે કબ્જે કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત:-
(૧) મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદેસિંહ વાઘેલા રહે.રૂવાવી, તા.જી. પાટણ
(૨) જગમાલજી ભુપતજી પરમાર રહે.ખિમાણા, તા.કાંકરેજ જી.બનાસકાંઠા
(૩) કૌશિકજી કાંતીજી રાઠોડ હાલ રહે.ડાભી તા.ઊંઝા જી.મહેસાણા મુળ રહે.મુડેઠા તા,ડિસા જી.બનાસકાંઠા
પોલીસે આરોપીઓ પાસેથી ઝડપેલ સોનાના દાગીના ભરેલ પેકેટ નંગ-૨૯ નંબર પ્લેટ વગરનું પલ્સર બાઇક મોબાઇલ નંગ-૦૩ થેલા નંગ-૦૨ છરા નંગ-૦૨ હેલ્મેટ તથા બંદુક જેવું દેખાતુ લાઇટર ગન ઝડપી પાડેલ પોલીસે કુલ.કિં.રૂ.૧,૩૯,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ, પકડાયેલ આરોપીઓ રીઢા અને પ્રોફેશનલ છે તેવો સામે ભૂતકાળમાં પણ લૂંટ સહિતના અનેક ગુનાઓ વિવિધ જીલ્લાના પોલીસ મથકે નોંધાયેલા છે, ઉપરોક્ત ત્રણેય ઇસમોને પુછપરછ કરતા આ કામે પકડાયેલ આરોપી મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદેસિંહ વાઘેલા રહે.રૂવાવી, પાટણ વાળો વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી આર.સી. આંગડિયા પેઢી, અમદાવાદ ખાતે નોકરી કરતો હતો. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેણે નોકરી છોડી મુકેલી જેથી તેને પેઢીમાં નોકરી કરવાના કારણે આંગડિયા પેઢીના કામકાજથી વાકેફ હતો. આંગડિયા પેઢીમાં આંગડિયા લઇ જવાની કામગીરી કરતા માણસોને ઓળખતો હતો. તેમજ આંગડિયા જે વાહનોમા જાય છે તેની પણ જાણકારી હતી.
વધુ વાંચોઃ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે, હવામાન વિભાગની 'રાહત'ભરી આગાહી
૬ મહિના પહેલા અમદાવાદથી આબુરોડ દૈસુરી જતી રૂટની રાજસ્થાન પરિવહન નિગમની બસમાં આર.સી. આંગડિયા પેઢીમાંથી અમદાવાદથી આબુરોડ દૈસુરી આંગડિયુ લઇ જતા કર્મચારી પાસેના સોનાના દાગીના ભરેલા થેલા લુંટવાનો પ્લાન આરોપીએ બનાવ્યો હતો. પોતાના પ્લાનને અંજામ આપવા માટે પકડાયેલ આરોપીઓ પૈકી મિતેશસિંહ તથા કૌશિકજીએ આર.સી. આંગડિયા પેઢીના કર્મચારી જે બસમાં જાય છે. તેના રૂટની અડાલજ, અમદાવાદથી પાલનપુર સુધી રૂટની અવારનવાર રેકી કરી હતી. તે બસ કઇ કઇ જગ્યાએ કેટલો સમય રોકાય છે તેની વિગતવારની મહિતી મેળવી હતી અમદાવાદથી આબુરોડ જતી દૈસુરી રૂટની રાજસ્થાન પરિવહન નિગમની બસ તેના નિયમિત રૂટ ઉપર દરરોજ છાપી ગામ નજીક આવેલ શ્રી રામ નામની ખાનગી હોટલ પર ચા-પાણી, નાસ્તા માટે નિયમિત ઊભી રહેતી હોઇ તે જગ્યા એ આંગડિયા પેઢીના કર્મચારીને લુંટવાનું નક્કી કરેલું તેજ પ્લાન મુજબ શ્રીરામ હોટલ, છાપી ખાતે સમગ્ર લુંટને અંજામ આપવામાં આરોપીઓ સફળ રહ્યા હતા. જોકે પાટણ એલસીબી પોલીસના હાથે ગણતરીના કલાકોમાંજ ઝડપાઈ જવા પામ્યા હતા જોકે સમગ્ર ઘટના બનાસકાંઠાના છાપી ખાતે બની હોય પાટણ LCB પોલીસે આરોપીઓનો કબ્જો બનાસકાંઠા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.