બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંગા નદીમાં તણાયા વડોદરાના જાણીતા બિલ્ડર, શોધખોળ શરૂ, જાણો કારણ

મોટા સમાચાર / ગંગા નદીમાં તણાયા વડોદરાના જાણીતા બિલ્ડર, શોધખોળ શરૂ, જાણો કારણ

Last Updated: 09:10 AM, 17 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના બિલ્ડરે ગઇકાલે ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. જે દરમિયાન તેમનો પગ લપસતા તેઓ તણાયા હતા.

વડોદરાના જાણીતા સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે સવારે ઋષીકેશ સ્થિત ગંગા નદીમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. તે સમયે તેમનો પગ લપસતા તેઓ તણાયા હતા. ઘટનાની જાણ થતા જ એનડીઆરએફ અનેએસડીઆરએફની ટીમો શોધખોળમાં લાગી હતી. જો કે મોડી સાંજ સુધી તેમને કોઇ પત્તો લાગ્યો ન હતો.

ઋષીકેશ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા

શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સનસીટીના માલિક સમીર શાહ પરિવાર સાથે ઋષીકેશ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. દરમિયાન રવિવારે સવારે 11 વાગ્યે તેમના મિત્ર સાથે તેઓ ગંગા નદીમાં ડૂબકી લગાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો. લપસવાથી બચવા તેમણે સાંકળ પકડવાનો પ્રયત્ન કર્યો હોવા છતા પણ તેઓ ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા.

આ પણ વાંચો: પ્રેમ પ્રકરણમાં મેથીપાક! યુવકને થાંભલા સાથે બાંધીને માર મારતો વીડિયો વાયરલ

જોકે તેમની સાથે ડૂબકી લગાવવા ગયેલા તેમના મિત્રએ પણ તેમનો હાથ પકડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. બાદમાં મિત્ર દ્વારા સ્થાનિક તંત્રને બચાવ કામગીરી માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ પ્રથમ સ્થાનિક તરવૈયાઓની મદદ પણ લેવામાં આવી હતી. બાદમાં બચાવ કામગીરી કરતી ટીમો દ્વારા હેલીકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી. બિલ્ડર સમીર શાહ જે જગ્યાથી તણાયા હતા ત્યાંથી આગળના વિસ્તારમાં હેલીકોપ્ટર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Vadodara Builder River Ganga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ