બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / સુહાગરાતના દિવસે કપલ સાથે ઊંઘે છે દુલ્હનની માં, અજીબ પરંપરા છે કારણ, પ્રથા વાંચવા જેવી
Last Updated: 02:31 PM, 9 January 2025
લગ્ન પછી પહેલી રાત એટલે ‘સુહાગરાત’, જે કોઇ પણ દંપતી માટે મહત્વની રાત હોય છે. યુવતીઓની લગ્ન બાદની પહેલી રાત તેમના સુહાગ સાથે હોય છે એટલે જ તેને ‘સુહાગરાત’ નામ આપવામાં આવ્યું છે. આ દંપતી માટે એવી રાત હોય છે જે સમયે એક બીજાને સારી રીતે સમજી શકે છે. આ રાતને દરેક જણ સારી બનાવવા માંગે છે. સૌ કોઇ ઇચ્છે છે કે તેઓ તેમના પાર્ટનર સાથે લગ્ન જીવનની પહેલી રાત ખૂબ સારી રીતે શરૂ કરે. પરંતુ જો કોઇ આ જ પળમાં સાથે હોય તો , એક એવો દેશ છે જ્યાં દંપતીની મહત્વની રાતે તેમની સાથે ત્રીજી વ્યક્તિ પણ જોડે હોય છે.
ADVERTISEMENT
આ ત્રીજી વ્યક્તિ કોઇ બીજુ નહીં પરંતુ કન્યાની માતા જ હોય છે. આ વિચિત્ર માન્યતા આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં લગ્નની રાત્રે દુલ્હનની માતા એક જ રૂમમાં સૂઈ જાય છે. જેથી તે તેની પુત્રીને સમજાવી શકે કે શું કરવું પડશે. અને લગ્ન જીવન સાચા માર્ગ પર શરૂ થવું જોઈએ.
ADVERTISEMENT
દરેક ધર્મમાં તેમના ધર્મ અનુસાર વિધિઓ અને રિવાજો હોય છે. જ્યારે આફ્રિકન મહાદ્વીપના કેટલાક દેશોમાં એક અનોખી વિધિ છે, જેને જાણીને તમને આશ્ચર્ય થશે.આપણે ત્યા લગ્નની પ્રથમ રાત મધુરજની કહેવાય છે જે દંપતિના જીવનની સૌથી મહત્વની ગણાય છે..વર અને કન્યા એ દિવસે શરીરથી એક થતા હોય છે.. પરંતુ આફ્રિકાના આદિવાસી પરિવારોમાં લગ્નની પ્રથમ રાત્રે પતિ-પત્નીને એકાંત મળતું નથી કારણ કે કન્યાની માતા પણ એ રાત્રે દંપતિની સાથે જ એક રૂમમાં હોય છે, અને તેમની સાથે જ સુઇ જાય છે.
જો કન્યાની માતા ન હોય, તો તે કિસ્સામાં એક વૃદ્ધ મહિલાને કન્યા સાથે લગ્નની રાત્રે હાજરી આપવા માટે મોકલવામાં આવે છે. આ મહિલા લગ્નની રાત દરમિયાન આખી રાત વર-કન્યા સાથે સૂવે છે. આ ધાર્મિક વિધિ ખાસ કરીને ત્યારે કરવામાં આવે છે જ્યારે કન્યાની માતા હાજર ન હોય, જેથી આ પરંપરા પૂર્ણ થઈ શકે અને સ્થાનિક રિવાજોનું પાલન કરી શકાય. એવું માનવામાં આવે છે કે આ રિવાજ કન્યાના નવા જીવનની શરૂઆતને શુભ તરીકે દર્શાવે છે
તો લગ્ન સંબંધિત ઘણી આશ્ચર્યજનક પરંપરાઓ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેમ કે ઉત્તરપશ્ચિમ સ્કોટલેન્ડના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં એક પ્રથા છે જેને "બ્લેકનિંગ ધ બ્રાઇડ" કહેવામાં આવે છે. આ પરંપરા હેઠળ, લગ્નના થોડા અઠવાડિયા પહેલા દુલ્હનને કાળા કરવામાં આવે છે. આ સમય દરમિયાન કન્યાને ગંદકી, માટી, કચરો અને અન્ય અવશેષોથી ઢાંકવામાં આવે છે. કેટલીક જગ્યાએ, વરને પણ આ પ્રથામાં સામેલ કરવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે કન્યા મુખ્ય લક્ષ્ય હોય છે. આ પ્રથા લગ્ન પહેલાની એક પ્રકારની પરંપરા છે જેને સ્થાનિક લોકો આનંદપૂર્વક નિહાળે છે. તેની પાછળની માન્યતા એ છે કે તે કન્યાના ભાવિ લગ્નના પડકારોનું પ્રતીક છે અને તે તેને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT