The bowler took 6 wickets in six balls of the over
VIDEO: /
W,W,W,W,W,W.... 6 બોલમાં 6 વિકેટ: ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બૉલરે ભુક્કા બોલાવી દીધા, એક જ ઓવરમાં પિક્ચર પુરું!
Team VTV04:12 PM, 02 Dec 22
| Updated: 04:12 PM, 02 Dec 22
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી ક્યારેય એવું જોવા નથી મળ્યું કે છ બોલમાં છ વિકેટ પડી હોય. પણ મહારાષ્ટ્રમાં ક્રિકેટ ટેનિસ બોલ ટૂર્નામેન્ટમાં આવું બન્યું છે.
એક બોલરે ઓવરના છ બોલમાં છ વિકેટ લીધી હતી
પહેલી જ ઓવરમાં કરી બતાવ્યો કમાલ
છેલ્લા બોલ પર છઠ્ઠી વિકેટ એલબીડબલ્યુ મળી હતી
ક્રિકેટ ઘણો અનિશ્ચિતાઓ ભરેલ રમત છે અને આ રમતમાં ગમે ત્યારે ગમે તે કંઈ પણ થઈ શકે છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પણ એવી જ કોઈ અલગ રમત જોવા મળી હતી આ મેચમાં બેટ્સમેનોએ એક દિવસમાં 500 રનનો સ્કોર પાર કર્યો જે એક રેકોર્ડ છે. થોડા દિવસો પહેલા ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં એક ઓવરમાં સાત સિક્સર ફટકારી હતી. આવા ઘણા સ્કોર જોવા મળ્યા છે પણ બોલિંગમાં બોલરે એક ઓવરના તમામ બોલ પર વિકેટ લીધી હોય તેવું સાંભળવા આજ સુધી નથી મળ્યું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી ક્યારેય એવું જોવા નથી મળ્યું કે છ બોલમાં છ વિકેટ પડી હોય. પણ મહારાષ્ટ્રમાં ક્રિકેટ ટેનિસ બોલ ટૂર્નામેન્ટમાં આવું બન્યું છે. જણાવી દઈએ કે અહીં પનવેલમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં એક બોલરે ઓવરના છ બોલમાં છ વિકેટ લીધી હતી.
પહેલી જ ઓવરમાં કરી બતાવ્યો કમાલ
પનવેલના ઉસલારી ખુર્દ ખાતે રમાઈ રહેલી ગાંવદેવી ઉસરાઈ ચાસ્ક 2022 ટૂર્નામેન્ટમાં લક્ષ્મણ નામના એક બોલરે એક જ ઓવરમાં એટલે કે છ બોલમાં છ વિકેટ ઝડપી હતી. જણાવી દઈએ કે આ મેચ ડોન્દ્રાચાપાડા અને ગાવદેવી પેઠ વચ્ચે હતી અને ડોન્દ્રાચાપાડાને જીતવા માટે 43 રનની જરૂર હતી પણ પહેલી જ ઓવરમાં તેના છ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. લક્ષ્મણે પાંચ બોલ ફેંકીને પાંચમ વિકેટ લીધી અને છેલ્લા બોલ પર છઠ્ઠી વિકેટ એલબીડબલ્યુ મળી હતી.
Incredible: 6 wickets in an over! I do not know any other instance in any form of cricket pic.twitter.com/rsYwmBhCs0
આવું પહેલી વખત નથી બન્યું
જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ બોલરે છ બોલમાં છ વિકેટ લીધી હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક મેચમાં પણ આવું જોવા મળ્યું હતું. એક રિપોર્ટ અનુસાર 26 જાન્યુઆરી 2017ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ એલેડ કેરીએ આ કામ કર્યું હતું. એમને ગોલ્ડન પોઈન્ટ ક્રિકેટ ક્લબ સાથે રમતા બલ્લારત ક્રિકેટ એસોસિએશનમાં ઈસ્ટર્ન બલ્લારત સામે આ કામ કર્યું હતું.