બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 06:59 PM, 31 March 2022
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક શાળાથી લઇને ઉચ્ચ શિક્ષણમાં અનેક સુધારા કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ દૂર થઇ જશે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શાળામાં ગેરસમજ ઉભી થઇ છે. જેને લઇને ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ ધોરણ10 અને 12 બોર્ડની પરીક્ષાઓ તો રહેશે જ.
બોર્ડની પરીક્ષાના માળાની પુનઃરચના કરાશે
ADVERTISEMENT
ગુજરાત શિક્ષણ બોર્ડે પબ્લિક નોટિસ જાહેર કરતા સ્પષ્ટતા કરી છે કે નીવી શિક્ષણ નીતિના પ્રકરણ ૪- શાળા અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્રમાં આપેલ પેરેગ્રાફ ૪.૩૭ની વિગતો મુજબ હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૃરિયાતને દૂર કરવા માટે સુધારણા કરવાનું સૂચવવામા આવ્યુ છે. જ્યારે ધો.૧૦ અને ૧૨ માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામા આવશે. વર્તમાન મૂલ્યાંકન પ્રણાલીની હાનિકરક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃ રચના કરવામા આવશે.
બોર્ડની પરીક્ષા બનાવાશે સરળ
નવી શિક્ષણનીતિ હેઠળ બોર્ડની પરીક્ષા તો લેવામાં આવશે જ પરંત તેને સરળ બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના વ્યક્ગિત હિતોને આધારે ઘણા વિષયોમાંથી બોર્ડની પરીક્ષાના વિષયોની પસંદગી કરી શકશે. પરીક્ષાઓ કોચિંગ કે ગોખણપટ્ટીને બદલે ક્ષમતાઓ અને યોગ્યતા આધારીત હોય તેની પર ખાસ ધ્યાન અપાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું વર્ષ બગડવાના સંકટને દૂર કરવા બધા વિદ્યાર્થીઓ કોઈ પણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે .એક મુખ્ય પરીક્ષા અને એક સુધારણા માટે પરીક્ષા. આમ નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ ગુજરાતમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ લેવાનું યથાવત જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.