ખેડૂતોએ સરકાર સાથેની વાટાઘાટો કરવાની સરકારની દરખાસ્ત સ્વીકારી લીધી છે. ખેડૂતોએ 29 મી ડિસેમ્બરે સવારે 11 વાગ્યે સરકારને એક બેઠકનો પ્રસ્તાવ આપ્યો છે. જેમાં તેઓ આ ખાસ 4 મુદ્દા પર વાતચીત કરશે એમ તેઓએ જણાવ્યું છે.
ખેડૂત અને સરકાર વચ્ચે ફરી મળશે બેઠક
ખેડૂતોએ કહ્યું- અમે ખુલ્લા મને વાટાઘાટો માટે તૈયાર છીએ
40 સંગઠનોની યોજાઇ બેઠક
અત્યાર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે 6 બેઠક યોજાઇ ચૂકી છે પરંતુ પરિણામ શૂન્ય છે. ત્યારે 2 દિવસ પહેલા ફરી એકવાર ખેડૂતોને વાતચીતનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો જેના મુદ્દે આજે કિસાન મોરચાની એક બેઠક યોજાઇ હતી જેમાં 40 જેટલી સંગઠનો હાજર રહ્યા હતા.
ખેડૂતોએ કહ્યું- અમે ખુલ્લા મને વાટાઘાટો માટે તૈયાર છીએ
ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ કિસાન મોરચાએ દરખાસ્તમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સુવિધા સમયે અને ખેડૂતો દ્વારા પસંદ કરેલા મુદ્દાઓ પર વાતચીત કરવા તૈયાર છે, તેથી તેઓ તમામ સંસ્થાઓ સાથે વાત કર્યા પછી દરખાસ્ત કરી રહ્યા છે. કિસાન મોરચાએ જણાવ્યું હતું કે અમે ફરીથી પુનરાવર્તન કરવા માગીએ છીએ કે ખેડૂત સંગઠનો હંમેશા ખુલ્લા મન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે અને રહેશે.
સંયુક્ત ખેડૂત મોર્ચાએ જાહેર કર્યો બેઠકનો એજન્ડા
1. 3 કેન્દ્રીય કૃષિ કાયદાને રદ્દ કરવા માટે અપનાવવામાં આવે ક્રિયાવિધિ.
2. દરેક ખેડૂતો અને કૃષિ વસ્તુઓને માટે રાષ્ટ્રીય કિસાન આયોગ દ્વારા સૂચવેલા લાભદાયક MSPની કાયદાકીય ગેરેંટી આપવાની પ્રક્રિયા અને યોજના.
3. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આસપાસના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન માટે આયોગ અધ્યાદેશ 2020માં એવા સંશોધન જે અધ્યાદેશના દંડ પ્રાવધાનથી ખેડૂતોને બહાર કરવા માટે જરૂરી છે.
4.ખેડૂતોના હિતની રક્ષા માટે વિદ્યુત સંશોધન વિધેયક 2020માં જરૂરી ફેરફાર.
આજે ડબવાલી બોર્ડરથી દિલ્હીમાં અન્ય 15 હજાર ખેડૂતો કરશે પ્રવેશ
કૃષિ કાયદાની વિરુદ્ધમાં પંજાબથી ખેડૂતો શનિવારે દિલ્હી કૂચ કરશે. દિલ્હી કૂચને 1 મહિનો પૂરો થતાં કિસાન નેતા 15 હજાર ખેડૂતો સાથે ખનૌરી સીમાથી દિલ્હીમાં પ્રવેશ કરશે. આ સાથે જ 27 ડિસેમ્બરે ડબવાલી બોર્ડરથી દિલ્હીમાં અન્ય 15 હજાર ખેડૂતો પ્રવેશ કરશે.
ભારતીય ખેડૂત યૂનિયન એકતાએ દિલ્હી કૂચને લઈને કેન્દ્ર સરકારના ખોટા પ્રચારને ઉજાગર કરવા માટે અને ખેડૂતોના અધિકારોને રજૂ કરનારી 2.5 લાખ પંજાબી ભાષાના અને 50000 હિન્દી ભાષામાં પ્લેમફેટ છપાવીને ઘરે ઘરે વિતરણ કર્યું છે. યૂનિયનના મહાસચિવ સુખદેવ સિંહ કોકરીએ કલાંએ કહ્યું કે કેન્દ્રના અડિયલ વર્તનને કારણે દિલ્હી બોર્ડર પર હજારો ખેડૂતોની સંખ્યા જોવા મળી રહી છે. તેમ છતાં દેશના પ્રધાનમંત્રી ખેડૂતોની સમસ્યાને લઈને ગંભીર નથી.
NRI ચલો દિલ્હીના આધારે વિદેશથી આવશે પંજાબીઓ
દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને એક મહિનો થઈ ચૂક્યો છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો ખાસ કરીને પંજાબીઓએ ખેડૂતો સાથે જોડાવવાની જાહેરાત કરી છે. તેઓ એનઆરઆઈ દિલ્હી ચલો અભિયાન હેઠળ 30 ડિસેમ્બરે દિલ્હી આવશે.