બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / The BJP leader addressed the candidate as Prime Minister

જીભ લપસી / VIDEO: BJP નેતાએ તો ધ્રાંગધ્રાના ઉમેદવારને સીધા PM બનાવી દીધા, યોગીની સભામાં જ જુઓ કેવું થયું

Malay

Last Updated: 01:17 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાની લપસી જીભ હતી. તેમણે ધ્રાંગધ્રા હળવદ બેઠકના ઉમેદવાર પ્રકાશ વરમોરાને વડાપ્રધાન ગણાવ્યા હતા.

 

  • ભાજપના નેતાએ ઉમેદવારને વડાપ્રધાન કહીને સંબોધ્યા
  • મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાની લપસી જીભ
  • ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર પ્રકાશ વરમોરાને PM ગણાવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ બનાવી દેવામાં આવ્યો છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે એવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે ચર્ચાનો વિષય બને છે. આવો જ એક વીડિયો ગત રોજ મોરબી જિલ્લાના હળવદથી વાયરલ થયો છે. આ વીડિયોમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાની લપસી જીભ હતી. તેઓ ધ્રાંગધ્રા હળવદ બેઠકના ઉમેદવાર પ્રકાશ વરમોરાને વડાપ્રધાન ગણાવ્યા હતા. 

સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં મોરબી જિલ્લાના હળવદમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી, ધ્રાંગધ્રા, હળવદ અને સુરેન્દ્રનગરના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાની લપસી જીભ
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા આ જનસભાને સંબોધી રહ્યા હતા. ત્યારે તેમણે ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ઉમેદવાર પ્રકાશ વરમોરાને વડાપ્રધાન કહીને સંબોધ્યા હતા. જી....હા....તેઓએ ઉમેદવારને વડાપ્રધાન કહીને સંબોધ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

આપને જણાવી દઈએ કે,  ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી ધ્રાંગધ્રા 64 નંબરની વિધાનસભા બેઠક છે. અહીં 1 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ધ્રાંગધ્રા બેઠક પર ભાજપમાંથી પ્રકાશ વરમોરા, કોંગ્રેસમાંથી છત્રસિંહ ગુંજરીયા અને આમ આદમી પાર્ટીમાંથી વાગજી પટેલ સામ સામે છે.  


 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 Video viral ઉમેદવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ધ્રાંગધ્રા-હળવદ પ્રકાશ વરમોરા Video viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ