આજે 2020ના વર્ષનો છેલ્લો દિવસ છે. કોરોના વાયરસના કારણે દર વર્ષ કરતા વધારે યાદ રહેશે. સોનામાં ઇનવેસ્ટ કરનારા લોકો માટે એક મોટા સમાચાર છે. મહામારીના કારણે સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો હતો. ઘણા સમય બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. પીળી ધાતુમાં હવે 26 ટકા સુધીનો રિટર્ન મળશે.
સોનામાં તેજી જોવા મળી
આર્થિક સંકટ દરમિયાન 37 ટકાનો વધારો
કોરોનાના કારણે સોનાના ભાવમાં ફેરફાર
9 વર્ષ ઇનવેસ્ટર્સને મળશે સૌથી વધારે રિટર્ન
2011 પછી, 2020 રોકાણકારો માટે પણ સારું રહ્યું છે. 2011માં સોનાએ 28 ટકાથી વધુ વળતર આપ્યું હતું. હવે નિષ્ણાંતો કહે છે કે ભવિષ્યમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળશે. 2020માં સોનાના ભાવમાં વાર્ષિક 32 ટકાનો વધારો થયો છે. આ અગાઉ 2008માં આર્થિક સંકટ દરમિયાન સોનાના ભાવમાં 37 ટકાનો વધારો થયો હતો.
આ વર્ષના શરૂઆતમાં સોનાના ડૉમેસ્ટિક બેંચમાર્ક રેટ 39600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર શરૂ થયુ હતું. કોરોના વાયરસ આઉટબ્રેક પહેલા આ 3 ટકા જ હતું, એપ્રિલ સુધી આ ભાવ 46000 રૂપિયા સુધી પહોંચ્યો હતો. બાદમાં મે મહિનામાં 47000 અને જૂનમાં 49000 રૂપિયા પહોંચી ગયો હતો.
જોખમથી બચવા સુરક્ષિત વિકલ્પ ચૂઝ કર્યો
જ્યારે બજારમાં જોખમથી બચવાની પ્રવૃતિ જોવા મળે છે ત્યારે ગોલ્ડના ભાવને સપોર્ટ મળે છે. ખાસ કરીને જ્યારે સ્ટોક્સથી ઇનવેસ્ટર્સનો મોહ ભંગ કરી દે છે અને તે સુરક્ષિત ઇનવેસ્ટ વિકલ્પ જ પસંદ કરે છે.
આ જ કારણ છે કે ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાગ 57000 રૂપિયા પહોંચી ગયો હતો. અત્યાર સુધીનો તે સૌથી વધુ ભાવ હતો. જે બાદ સોનાના ભાવમાં ઘટાડો પણ નોંધાયો હતો. કોવિડ-19 વેક્સિનની આશાથી સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. હાલ સોનાનો ભાવ 50000 રૂપિયા પર પહોંચ્યો છે.