બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / The biggest relief from corona in Gujarat: active case zero in 13 districts
Kiran
Last Updated: 08:51 AM, 23 August 2021
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના કાબૂમાં હોય તેવા સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછું હોવાનું જણાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લાઓમાં એકક્ટિવ કેસ ઝીરો હોવાનું સામે આવ્યું છે જ્યારે આ જિલ્લાઓમાં માત્ર 5 કોરોનાના કેસ એક્ટિવ નોંધાયા છે.
ગુજરાતમાં 13 જિલ્લામાં એક્ટિવ કેસ ઝીરો
જો રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો કુલ 182 કેસ એક્ટિવ છે. જેમાંથી 4 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે જ્યારે 178 દર્દીઓ સામાન્ય સ્થિતિમાં હોવાનું જણાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનામાંથી 8 લાખ 15 થી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલ્લામાં 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. ગઈ કાલે રાજ્યમાં નવા 15 કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ 98.76 ટકા થયો છે.
ADVERTISEMENT
રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 303ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 79 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 182 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે,
જ્યારે 178 દર્દીની હાલત સ્થિર છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશન અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે દેશ દુનિયામાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા હતા. જોકે નિષ્ણાંતોએ કોરોનાની સંભિવત બીજી લહેર આવી શકે છે તેથી સાવચેત અને સુરક્ષિત રહેવાનું કહેવામાં આી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.