અમદાવાદ / પૂર્વ ગૃહરાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાની સુરક્ષાને લઈ વીટીવી ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર

પૂર્વ ગૃહરાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાની સુરક્ષાને લઈ વીટીવી પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ સુત્રો પાસેથી ઝડફિયાની સુરક્ષાને લઈ ચોંકાવી દે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ત્રણ વખત ગોરધન ઝડફિયા સુરક્ષા માગી ચુક્યા છે. કેન્દ્રમાં તેમણે ત્રણ વખત અરજી કરી હતી પરંતુ ત્રણેય વખત તેમની અરજી ના મંજૂર કરવામાં આવી હતી. અત્યારે હાલ પણ જે સિક્યુરીટી મળે છે તેમાં મોટા છીંડા જોવા મળી રહ્યા છે. તેમને હાલ જે સુરક્ષા આપવામાં આવી તેમાં કાગળ પર વાય કેટેગરીની સુરક્ષા અપાઈ છે. અને ત્રણ સુરક્ષાગાર્ડ તેમની સુરક્ષામાં બોલે છે. પરંતુ સત્ય એ છે કે હાલ ઝડફિયા સાથે માત્ર એક જ સુરક્ષાગાર્ડ હોય છે. એટલે કે કાગળ પર અને ગ્રાઉન્ડ પર અલગ અલગ સિક્યુરીટી બોલી રહી છે. આપને જણાવી દઈએ કે ઝડફિયાને યુપીના સહપ્રભારી બનાવવામાં આવ્યા ત્યારે તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. 2002 બાદથી ઝડફિયા ISIના ટાર્ગેટ પર છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ