બ્રેકિંગ ન્યુઝ
VTV / The biggest news about social media came out, see what Union IT Minister Anurag Thakur told Parliament
Hiralal
Last Updated: 07:15 PM, 21 July 2022
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનાર લોકોએ હવે ચેતી જવાની જરુર છે. જો કોઈ સોશિયલ મીડિયા ફેક ન્યૂઝ ફેલાવતા ઝડપાશે તો તેની સામે તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે અને સરકારે આવી કાર્યવાહી કરી છે.
Govt spent Rs 911.17 crore on ads in newspapers, television channels and web portals in last 3 years, says Information and Broadcasting Minister Anurag Thakur in Rajya Sabha
— Press Trust of India (@PTI_News) July 21, 2022
ADVERTISEMENT
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં આપ્યો જવાબ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જણાવ્યું છે કે દેશ વિરોધી કન્ટેન્ટ ફેલાવવા બદલ સરકારે કેટલાક સોશિયલ મીડિયા પર કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે સરકારે 94 યુટ્યુબ ચેનલ, 19 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ તમામ દેશ વિરોધી અને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં હતા તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Responding to a question in RS, Union Minister of Information and Broadcasting Anurag Thakur said the Ministry has acted against 94 YouTube channels, 19 social media accounts & 747 URLs and got them blocked. These actions have been taken under Sec 69A, Information Technology Act
— ANI (@ANI) July 21, 2022
જાહેરખબર પાછળ 911.17 કરોડનો ખર્ચ
રાજ્યસભામાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા 3 વર્ષમાં અખબારો, ટેલિવિઝન ચેનલો અને વેબ પોર્ટલ પર જાહેરાતો પાછળ 911.17 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
The Minister further said that the Government has strongly acted against agencies working against the sovereignty of the country by spreading fake news and spreading propaganda on the internet.
— ANI (@ANI) July 21, 2022
ફેક ન્યૂઝ ફેલાવનાર એજન્સીઓની સામે કડક કાર્યવાહી
અનુરાગ ઠાકુરે કહ્યું કે ઈન્ટરનેટ પર ફેક ન્યૂઝનો ફેલાવો કરીને દેશની અખંડિતતાની વિરુદ્ધ કામ કરી રહેલી એજન્સીઓની સામે સરકારે કડક કાર્યવાહી કરી છે.
સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનાર લોકો ચેતે
ઉલ્લેખનીય છે કે સરકાર અવારનવાર ફેક ન્યૂઝ ફેલાવનાર લોકોને ચેતવણી આપતી આવી છે તેથી લોકોએ પણ હવે ફેક ન્યૂઝ ફેલાવવામાંથી દૂર રહેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.