The biggest gift in the history of Pavagadh, devotee gave a check of this amount along with a gold umbrella
મહાદાન /
પાવાગઢનાં ઈતિહાસની સૌથી મોટી ભેટ, માઈભક્તે સોનાના છત્રની સાથે આટલા રૂપિયાનો ચેક આપ્યો
Team VTV04:42 PM, 21 Nov 21
| Updated: 05:17 PM, 21 Nov 21
પાવાગઢ મંદિરના જીર્ણોદ્ધાર માટે હિંમતનગરના ભક્તે 1.11 કરોડ અને1.25 કિલો સોનાનું છત્રનું દાન કરીને મંદિરમાં અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી ભેટ આપી છે
હિંમતનગરના માઇ ભક્તનું પાવાગઢમાં દાન
સવા કિલો સોનાનું છત્ર,1.11 લાખનો ચેક અર્પણ
માઇ ભક્તનો પરિવાર વર્ષોથી માતાજીનો ભક્ત
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરમાં હજારોની સંખ્યમાં ભક્તો અને દર્શનાર્થીઓ આવતા હોય છે અને તેમના દ્વારા અનેક ભેટ સોગાદો મંદિરમાં આપવામાં આવતી હોય છે, ત્યારે હિંમતનગરના એક માઈ ભક્તે 1.11 કરોડનું દાન આપ્યું છે એટલું નહીં 60 લાખના સવા કિલો સોનાનો છત્ર પણ મંદિરને અર્પણ કર્યો છે...મહત્વનું છે કે પાવાગઢ મંદિરના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના હશે જ્યાં માઈ ભક્ત દ્વારા આટલી મોટી ભેટ ચઢાવામાં આવી હોય.. મહાકાળી મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનુ પવિત્ર ધામ છે. મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. સવા કિલો સોનાનું છત્ર,1.11 લાખનો ચેક અર્પણ
મૂળ રાજસ્થાનના અને પશુદાણ રો-મટેરિયલનો સપ્લાય કરતાં પરિવારે દેવ દિવાળીના દિવસે મંદિરના જીર્ણોદ્ધાર માટે 1 કરોડ 11 લાખનો ચેક તથા માતાજીના ચરણોમાં 60 લાખના સવા કિલોના સોનાના છત્રની ભેટ આપી હતી..ત્યારે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા પણ ભેટ સ્વીકારવામાં આવી હતી..હિંમતનગરના શ્રેષ્ઠી બાબુલાલ સોનાજી રાજપુરોહિત તથા તેમના પરિવારે આસ્થા સાથે 60 લાખનું સવા કિલો સોનાનું છત્ર માતાજીને અર્પણ કર્યું હતું. મંદિરના જીર્ણોદ્ધાર માટે રૂ.1.11 કરોડનો ચેક ટ્રસ્ટી મંડળને આપ્યો હતો જે મંદિર ઈતિહાસમાં પ્રથમવાર આટલું મોટું દાન મળ્યું હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું...