Ek Vaat Kau / ગુજરાતના કલાકારો માટે અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ

ગુજરાતના કલાકારો માટે અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ. દેશમાં ગુજરાતી ગીત સંગીત માટે અત્યાર સુધી કોઈ જ એવોર્ડ આપવામાં આવતા નથી. ત્યારે ગુજરાતમાં આઠ સ્ટેશન ધરાવતાં અને ગુજરાતના લોકપ્રિય TOP FM દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. TOP FM દ્વારા પ્રથમ વખત ગુજરાતી ગીત સંગીત માટે ટોપ મ્યુઝિક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડમાં કુલ 21 કેટેગરીમાં એવોર્ડ આપવામા આવશે. જેમાં ફિલ્મી મ્યુઝીક અને સ્વતંત્ર મ્યુઝિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતી મ્યુઝિકમાં જે સર્જન થયું છે તેમાંથી વિજેતા પસંદ કરવામાં આવશે. આ ટોપ મ્યુઝિક એવોર્ડની જ્યુરીની પેનલમાં તુષાર શુક્લ, અનિકેત ખાંડેકર, ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ અને પ્રિયા સરૈયા રહેશે. જુઓ Ek Vaat Kau...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ