બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / The biggest decision taken by USA for India, Russia is happy China will feel not happy
Last Updated: 04:02 PM, 15 July 2022
ADVERTISEMENT
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારતની તરફેણમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ (NDAA)માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.આ સંશોધન હેઠળ રો ખન્નાને કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંકન્શન (CAATSA)એક્ટ અંતગર્ત ભારતને પ્રતિબંધોના દૂર રાખવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
CAATSA કાયદો શું છે
ADVERTISEMENT
CAATSA કાયદા હેઠળ, અમેરિકાએ ઈરાન, રશિયા અને ઉત્તર કોરિયા પર પ્રતિબંધો લગાવ્યા છે.આ કાયદો અમેરિકાના વેપારી ભાગીદારોને આ ત્રણ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરતા અટકાવે છે. તે 27 જુલાઈ 2017 ના રોજ પસાર થયું હતું. ભારતે રશિયા સાથે S-400 સહિત અનેક સંરક્ષણ સોદા કર્યા છે, જેના કારણે CAATSA હેઠળ યુએસ પ્રતિબંધોનો ખતરો છે.ત્યારે રો ખન્નાએ ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ થતા સંરક્ષણ સંબંધોને ટાંકીને સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને લીલી ઝંડી આપવામાં આવી હતી. તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં અવાજ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. જો કે, મંજૂરી પછી, તે હજુ સુધી કાયદાનો ભાગ બન્યો નથી. કાયદો બનવા માટે તેને સંસદના બંને ગૃહોમાં પસાર કરવો પડશે. ભારતીય-અમેરિકન ધારાસભ્ય રો ખન્નાએ ઠરાવમાં સુધારાની માંગ કરતી વખતે ચીન તરફથી ભારતની સુરક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. ભારતની તરફેણમાં રો ખન્નાના પગલાને ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને અમેરિકાના રાજકીય સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે.
There is no relationship of greater significance to US strategic interests than the US-India partnership.
— Rep. Ro Khanna (@RepRoKhanna) July 14, 2022
My bipartisan NDAA amendment marks the most significant piece of legislation for US-India relations out of Congress since the US-India nuclear deal. pic.twitter.com/uXCt7n66Z7
રશિયાને શું લાભ થશે
યુક્રેન યુદ્ધ બાદ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન કેટલાક વર્ગો CAATSAનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. જેથી રશિયા અને આર્થિક રીતે પર ઈજાગ્રસ્ત કરી શકાય. ઉલ્લેખનીય છે કે, ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદી છે.જે બાદ અમેરિકાદ્વારા CAATSA અંતર્ગત કાર્યવાહી કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.મહત્વનું છે કે,ભારતે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદીવા માટે ઓક્ટોમ્બર 2018માં રશિયા સાથે પાંચ અરબ ડોલરનો સૌદો કર્યો હતો. તે સમય ટ્રંપ પ્રશાસને ચેતવણી આપી હતી.આ સૌદાને લઈને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે તમને જણાવી દઈએ કે, વર્ષની શરૂઆતમાં રશિયાએ S-400 મિસાઈલ ખરીદવા માટે ભારત પર CAATSA અંતર્ગત પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે. આ માંગ તીવ્ર બનતા રિપબ્લિકન પાર્ટીના સાસંદ ટેડ ક્રૂઝે એ કહેવું પડ્યું હતું કે,આ સૌદાને લઈને ભારત પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવો મૂર્ખાભર્યો હશે, હવે આ પ્રસ્તાવમાં સંશોધન બાદ રશિયાને પણ રાહત મળશે. ભારત કોઈ પણ પ્રકારની ચિંતા વગર રશિયા સાથે કારોબાર લઈ શકે છે.
શું છે NDAA ?
NDAAએ અમેરિકાની સુરક્ષા માટે જવાબદાર એજન્સીંઓને કહેવામાં આવે છે. જે અંતર્ગત દેશની રક્ષા કરવાવાળી એજન્સીઓને વિશેષ રૂપથી રક્ષા વિભાગની ફંડિંગ આધારીત હોય છે. આ ફંડિંગનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે તેના માટે વિસ્તૃત નિયમો તૈયાર કરવામાં આવે છે .જૂનમાં હાઉસ આર્મ્ડ સર્વિસીઝ કમિટીને બંને દળોના સમર્થન સાથે આ એક્ટને મંજૂરી આપી હતી. જો NDAA 2023માં પસાર થઈ જાય છે તો તેનાથી અમેરિકાની રક્ષા માટે 800 અરબ ડોલરથી વધુની ધનરાશી ઉપલ્બધ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.