The biggest 35 feet Holi of Palj in Gandhinagar, people have darshan with Pujan Archan, see pictures of Holika Dahan
ધાર્મિક /
સૌથી મોટી ગાંધીનગરની પાલજની 35 ફૂટની હોળી, પૂજન અર્ચન સાથે લોકોએ કર્યા દર્શન, જુઓ હોલિકા દહનની તસવીરો
Team VTV09:07 PM, 06 Mar 23
| Updated: 09:47 PM, 06 Mar 23
આજે હોળી પર્વને લઈને રાજ્યમાં ઠેર ઠેર હોળિકા દહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરના પાલજમાં હોળિકા દહન કરવામાં આવ્યું હતું. સૌથી મોટી પાલજની હોળી છે.
ગાંધીનગરના પાલજમાં હોળિકા દહન
મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
સૌથી મોટી પાલજ 35 ફૂટ હોળી
મહાકાળી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવાઈ
આજે હોળી પર્વને લઈને રાજ્યમાં ઠેર ઠેર હોળિકા દહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરના પાલજમાં હોળિકા દહન કરવામાં આવ્યું હતું. સૌથી મોટી પાલજની હોળી છે. હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પાલજ ખાતે 35 ફૂટ ઉંચી સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. મહાકાળી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવાઈ છે.
300 કિલો છાણાના બ્લોક્સથી હોળી કરવામાં આવી
રાજ્યભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર હોલિક દહન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ શહેરમાં પર્યાવરણ બચાવવાના હેતુથી અનેક સ્થળે ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં વસ્ત્રાપુરના સેટેલાઈટ સેન્ટર સોસાટરી ખાતે ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવાઈ છે. 300 કિલો છાણાના બ્લોક્સથી હોળી કરવામાં આવી હતી.
હોળિકા દહન પહેલા વરસાદથી સંચાલકો પણ મુશ્કેલીમાં
રાજકોટ શહેરમાં કમોસમી વરદાસ વિલન બન્યો છે. ત્યારે ભારે પવન સાથે શહેરમાં વરસાદ પડ્યો છે. ત્યારે રાજકોટ શહેર અને પડઘરીમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેનાથી હોળિકા દહન પહેલા વરસાદથી સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.
મુર્તિ સામે માનતા માનવા અને માનતા પૂરી કરવા માટે આવે છે
વેરાવળ શહેરમાં ભોઇ સમાજ દ્વારા દર વર્ષની પ્રણાલિકા મુજબ આ વર્ષે હોલિકા ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ભૈરવનાથ દાદાની 30 ફુટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી. જેના દર્શનાર્થે વેરાવળ સહિત આસપાસના ગામોમાંથી હજારો લોકો ઉમટી પડ્યા.. દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં મુર્તિ સામે માનતા માનવા અને માનતા પૂરી કરવા માટે આવે છે.
સમસ્ત ભોઈ જ્ઞાતિના 67 માં હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવી
જામનગરમાં આજે 200 થી વધુ સ્થળ ઉપર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમસ્ત ભોઈ જ્ઞાતિના 67 માં હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 25 ફૂટ ઊંચાઈનું હોલિકાનું પૂતળું બનાવવામાં આવે છે. રાજ્યમાં ભોઈ જ્ઞાતિની હોળી સૌથી મોટી હોળી માનવામાં આવે છે. આજે બપોરથી જ હોળી પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ત્યારે એક મહિનાથી ભોઈ જ્ઞાતિના યુવાનો મહામહેનતે બનાવેલ હોલિકાના પૂતળાનું દહન કર્યું હતું. રંગોત્સવ મનાવવા માટે પણ નગરના યુવાનોનો થનગનાટ જોવા મળી રહ્યો છે.
હોળીના પર્વને લઈ મંદિરમાં વિશેષ પૂજા કરાઈ
પંચમહાલના પાવાગઢમાં હોળી પર્વને લઈ ભક્તોનું ધોડાપુર ઉમટ્યું હતું. હોળીના પર્વને લઈ મંદિરમાં વિશેષ પૂજા કરાઈ હતી. આજના દિવસે મા મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ છે. વહેલી સવારની આરતીમાં ભક્તો સાથે મંદિરના ટ્રસ્ટ્રીઓ પણ જોડાયા હતા.
વડોદરામાં હોળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની સૌથી મોટી હોલિકા દહન માંજલપુરમ ગામમાં કરવામાં આવે છે. માંજલપુર ગામના ચોકમાં 15 ફુટ ઉંચી હોલિકા બનાવવામાં આવી હતી. માંજલપુર ગામના ચોકમાં સામુહિક હોલિકા પૂજન કરવામાં આવ્યું હતું.