The big news so far in the election polls, find out in which village the booth capturing took place
તોડ-ફોડ /
ચૂંટણી મતદાનમાં અત્યાર સુધીના મોટા સમાચાર, જાણો કયા ગામમાં થયું બૂથ કેપ્ચરિંગ
Team VTV05:03 PM, 28 Feb 21
| Updated: 06:08 PM, 28 Feb 21
ઘોડિયા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. આ ગામે EVM મશીન તોડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
જાલૌન ગામમાં EVM મશીન તોડાયા
એક વ્યક્તિની ધરપકડ કરાઇ
મતદાન અટકાવવાયું
દાહોદમાં ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે. ઘોડિયા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. આ ગામે EVM મશીન તોડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેમજ મતદાનને રોકવામાં આવ્યું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ નવસારીમાં એક બોગસ મતદાર પકડાયો છે. નવસારીના વોર્ડ નંબર 8માં બોગસ મતદાર પકડાયો છે. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ શંકાના આધારે પૂછપરછ કરતા બોગસ મતદાર હોવાનું સામે આવ્યું છે. બોગસ મતદાન કરવા આવેલો યુવાન બહારના રાજ્યનો હોવાનું અનુમાન છે.