GSTમાં નમકીન બનાવતી ફેક્ટરીનો આ કંપનીનો નહોતો કર્યો ઉલ્લેખ
GST ટીમ દ્વારા દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરાઇ
ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયાના મેન્યુફેક્ચરને ત્યાં દરોડા
ભાવનગરમાં સ્ટેટ GST વિભાગની ટીમે ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયાના મેન્યુફેક્ચરને ત્યાં દરડા પાડ્યાં છે. જેમાં રૂપિયા 20 લાખની ગેરરિચતીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. મહત્વનું છે કે, મનુભાઈ ગાંઠિયાના મેન્યુફેકચર કરતાં સંચાલકોએ નમકીન બનાવતી આ ફેક્ટરીનો GSTમાં ઉલ્લેખ કર્યો ન હતો.સ્ટેટ GSTની ટીમ દ્વારા ચકાસણીની કામગીરી કરવામાં આવી જેમાં રૂપિયા 20 લાખની ગેરરીતિ સામે આવી છે.ત્યારે GST ટીમ દ્વારા સંચાલકોને દંડ ફટકારી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભાવનગરમાં રૂપિયા 20 લાખની ગેરરીતિ સામે આવી
મહત્વનું છે કે આટલું મોટું કૌભાંડ સામે આવ્યા બાદ હવે GST વિભાગ દ્વારા કંપની વિરૂદ્ધ કાયેદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ જીએસટીના ભાવનગર એકમ દ્વારા શંકાસ્પદ વ્યવહારો ધરાવતી નમકીનની ફેક્ટરીના એનાલીસીસના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.