કોઇ પણ સંબંધને મજબૂત બનાવવા માટે પાર્ટનર એક બીજાની નજીક આવવું ખૂબ મહત્વપૂર્ણ હોય છે. એનો સૌથી સારો ઉપાય છે પ્રેમભરી કિસ. કિસ પાર્ટનરની વચ્ચેના અંતરને નજીકમાં ફેરવી નાંખે છે. આમ તો કિસ ઘણા ઉપાયથી કરવામાં આવે છે પરંતુ ફેશિયલ કિસ એટલે કે ગાલ પર કિસ કરવી એ એક ખૂબ જ સુખદ અહેસાસ હોય છે. ગાલ પર કિસ કરવાથી સંબંધમાં નયાપન આવે છે એના ઘણા ફાયદા પણ હોય છે.
ગાલ પર કિસ કરવાથી મનને ખુશી મળે છે. કિસ કરતાં દરમિયાન બોડીમાં રિલીઝ થતા એન્ડોર્ફિન નામનો હોર્મોન પોતાના હોવાનો અહેસાસ અપાવે છે.
કેટલાક લોકોનું કહેવું છે કે એકલાપણું માણસને તણાવ તરફ ધકેલી દે છે. જો કોઇ કિસ દ્વારા પોતાના પ્રેમને વ્યક્ત કરે છે તો એનાથી તમારો તણાવ દૂર થઇ જાય છે.
કિસ કરવા દરમિયાન બોડીમાં એન્ડ્રોનિલ નામનો હોર્મોન રિલીઝ થાય છે. જેનાથી પૂરી બોડીમાં બ્લડ સર્કુલેશન સારી રીતે થાય છે. જેનાથી દિલથી જોડાયેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે.
ગાલ પર કિસ કરવાથી પાર્ટનર્સને ખૂબ જ શાંતિ મળે છે. એનાથી મન અને દિમાગ શાંત રહે છે. બ્લડ સર્કુલેશન વધવાને કારણે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.