બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકન કંપનીએ જયદેવ પટેલને આપ્યું વિશેષ સન્માન, અસાધારણ સિદ્ધિઓને બિરદાવતા બનાવી પ્રતિમા
Last Updated: 10:26 PM, 2 October 2024
વિશ્વની સૌથી મોટી લાઇફ ઈન્સ્યોરન્સ કંપનીએ એક ગુજરાતી વ્યક્તિનું એવું સન્માન કર્યુ છે કે આ ગુજરાતી વ્યક્તિની પ્રતિમા કંપનીના હેડકવાર્ટર ખાતે આવેલા ગાર્ડનમાં મુકવામાં આવી છે. આ ગુજરાતી વ્યક્તિનું નામ છે જયદેવ પટેલ, જે મૂળ ગુજરાતના સોજીત્રા ગામના છે અને અહીંથી અમેરિકા ગયા હતા.
ADVERTISEMENT
કંપનીના હેડકવાર્ટરના ગાર્ડનમાં પ્રતિમા મુકી સન્માન
જયદેવ પટેલે 50 વર્ષ સુધી વિશ્વની સૌથી મોટી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની ન્યૂયોર્ક લાઇફમાં ફરજ બજાવી અને આ દરમ્યાન તેમણે જે યોગદાન આપ્યું અને કામ પ્રત્યે જે પ્રતિબદ્ધતા બતાવી તેને કારણે કંપનીએ પોતાના હેડકવાર્ટરમાં તેમની પ્રતિમા મુકી છે.. માત્ર એટલુ જ નહીં તેમના યોગદાનને બિરદાવવા માટે ગત ઓક્ટોબર માસમાં કંપનીએ હેડકવાર્ટરમાં આવેલા કોન્ફરન્સ સેન્ટરનું નામ જયદેવ આર. પટેલ કોન્ફરન્સ સેન્ટર રાખ્યું છે. તેમની જે પ્રતિમા બનાવાઇ છે તેમાં તે બાંકડા પર બેસેલા છે.. આવી પ્રતિમા બનાવવાનું કારણ એ છે કે કોઇપણ વ્યક્તિ આ આ પ્રતિમાની બાજુમાં બેસીને ફોટો પડાવી શકે.
ADVERTISEMENT
સેંકડો લોકોને પ્રેરણા અને માર્ગદર્શન પુરા પાડ્યા
જયદેવ પટેલની ખાસ વાત એ હતી કે તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન સેંકડો લોકોને માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી હતી. ન્યૂયોર્ક લાઈફ એક એવી કંપની છે જેમાં સેલ્સ એક્સિલન્સના આધારે ટોચના 50 એજન્ટ્સના ગ્રુપને કંપનીના ચેરમેનની કેબિનેટમાં સામેલ કરવામાં આવે છે. જયદેવ પટેલ આ કેબિનેટ માટે ક્વોલિફાય થયા હતા. તેમણે વર્ષ 1983માં ન્યૂયોર્ક લાઈફ કાઉન્સિલ પ્રેસિડેન્ટનું ટાઈટલ મેળવ્યું હતું .. ન્યૂયોર્ક લાઈફ કાઉન્સિલ પ્રેસિડેન્ટ એક એવું સન્માન છે જે કંપનીનું સર્વોચ્ચ સન્માન ગણાય છે, અને શ્રેષ્ઠ કામગીરી માટે આપવામાં આવે છે.
તેમના વિચારોમાં છલકાય છે તેમના વ્યક્તિત્વની ઉંચાઇ
જયદેવ પટેલના વિચારો જ તેમના વ્યક્તિત્વની ઉંચાઇને રજુ કરે છે.. તેઓ કહે છે કે આટલા વર્ષો દરમ્યાન તેમણે કેટલા કલાકો કામ પાછળ આપ્યા તે મહત્વનું નથી પરંતુ તે તમામ કલાકો કોઇ બીજા માટે આપ્યા છે તે મહત્વનું છે. તેઓ સામાજિક સેવામાં પણ અગ્રેસર છે.. તેમણે પોતાના વતન સોજીત્રામાં ત્રણ શાળાઓનું રિનોવેશન કરાવ્યું છે.. જેમાં બે હાઇસ્કૂલ અને 1 પ્રાથમિક સ્કૂલ છે. તેઓ માને છે કે જો પ્રમાણિકતા અને સહાનુભૂતિ સાથે કરવામાં આવે તો ઇન્સ્યોરન્સ જેવો બીજો કોઇ વ્યવસાય નથી.
આ પણ વાંચોઃ જો તમારામાં પણ હશે આ સ્કિલ, તો ઘરે બેઠાં મળશે કેનેડાના PR, એક્સપર્ટ પાસેથી જાણો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.