The ambulance driver got scared seeing three lions in Gir, but saw what happened as soon as the siren sounded
સાવજોના આંટાફેરા /
ગીરમાં ત્રણ સિંહોને જોઈ ગભરાયો ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર, પણ સાયરન વગાડતા જ જુઓ શું થયું
Team VTV06:27 PM, 24 Dec 22
| Updated: 06:27 PM, 24 Dec 22
ગીર સોમનાથના ગુંદાળા ગામે રોડ પર અચાનક સિંહોનું ટોળું એકા એક રોડ પર આવી ચડ્યું હતું ત્યારે પ્રસૂતા મહિલાને લઈને રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પર સિંહોને કારણે અટકી ગઈ હતી.
ગીર સોમનાથના ગુંદાળા ગામે રોડ પર સિંહોના આંટાફેરા વધ્યા
3 સિંહોને રસ્તા પર જોતા ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર ચિંતામાં મુકાયો
વહેલી સવારે રસ્તા પર સિંહોના આંટાફેરા મોબાઈલ કેમેરામાં કેદ
ગીર સોમનાથના ગુંદાળા ગામે રોડ પર અચાનક સિંહોનું ટોળું એકા એક રોડ પર આવી ચડ્યું હતું ત્યારે પ્રસૂતા મહિલાને લઈને રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પર સિંહોને કારણે અટકી ગઈ હતી. સિંહોનું ટોળું જોઈને ડ્રાયવર પણ ચિંતામાં મુકાઈ જવા પામ્યો હતો. થોડીવાર બાદ એમ્બ્યુલન્સના ડ્રાયવર દ્વારા હિંમત દાખવી સાયરન વગાડતા સિંહોના ટોળાએ રસ્તો છોડ્યો હતો. ત્યારે વહેલી સવારે રસ્તા પર સિંહોના આંટાફેરા મોબાઈલ કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા.
ઉનાના ગુંદાળા ગામે સિંહોનાં આંટાફેરા વધ્યા છે. ત્યારે પ્રસૂતાને લઈને રોડ પરથી પસાર થઈ રહેલ એમ્બ્યુલન્સના આડે સિંહોનું ટોળું આવતા એમ્બ્યુલન્સ રસ્તા વચ્ચે જ ઉભી કરી દેવામાં આવી હતી. વહેલી સવારે 3 સિંહોએ એમ્બ્યુલન્સનો રસ્તો રોકતા એમ્બ્યુલન્સ ચાલક ચિંતામાં મુકાઈ જવા પામ્યો હતો. ત્યારે 108 એમ્બ્યુલન્સના ચાલકે એમ્બ્યુલન્સનું સાયરન વગાડતા સિંહોએ રસ્તો છોડ્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ જવા પામી હતી.
થોડાક સમય અગાઉ રહેણાંક વિસ્તારમાં સિંહોના આંટાફેરા વધી ગયા હતા
થો઼ડાક સમય અગાઉ જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહોના આંટાફેરા વધી ગયા છે. માંગરોળના બંદર અંતરિયાળ વિસ્તારમાં રસ્તા પર એક સિંહણ બાઈક સવાર સાથે અથડાઈ હતી. બાઈક સવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ખેતરમાંથી દોડીને આવેલી એક સિંહણ અચાનક બાઈક સાથે અથડાઈ હતી. જેથી બાઈક સવાર નીચે પટકાયો હતો. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી. અમરેલીના ખાંભામાં 'સિંહના ટોળું' દેખાયું હતું
થોડાક સમય પહેલા અમરેલીના ખાંભા નજીક એક સાથે 17 સિંહનું ટોળું દેખાયું હતું. પીપળવાથી ચતૂરી રોડ વચ્ચે મોડી રાત્રે 17 સિંહનું દુલર્ભ ટોળું જોવા મળ્યુ હતું. શિકારની શોધમાં સિહંનું ટોળું રોડ પર ચડી આવ્યુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તે સમયે રોડ પરથી પસાર થતા વાહનચાલકે પોતાના મોબાઇલ કેમેરામાં સિંહના ટોળાના વીડિયોને કેદ કરી લીધો હતો. બાદમાં જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ ગયો હતો...ઉલ્લેખનીય છે કે અમરેલીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સમયાંતરે સિંહની લટાર જોવા મળતી હોય છે ત્યારે ,ખેડૂતોમાં પણ ભય છવાયેલો રહે છે.