બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The All India Kathi Kshatriya Samaj declared its support for Rupala
Last Updated: 06:59 PM, 12 April 2024
ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલો મુદ્દો રૂપાલા vs ક્ષત્રિય હવે ધીરે ધીરે શાંત થઈ રહ્યો છે. ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ભડકેલી વિવાદની આગ હવે ધીરે ધીરે બૂજાતી જણાઈ રહી છે. રૂપાલાના સમર્થમાં લાગેલા પોસ્ટરો બાદ હવે ભાજપ કાર્યાલય ખાતેથી કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ યોજીને રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે.
ADVERTISEMENT
કાઠી ક્ષત્રિય સમાજનો ભાજપને ટેકો
અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. સમાજના પ્રમુખે કહ્યું કે, અમારી સમાજની કોર કમિટીની બેઠક મળી હતી, જેમા સમાજે નક્કી કર્યું છે, નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કાઠી ક્ષત્રિય સમાજ ભાજપ સાથે ખભેથી ખેભો મિલાવીને છે. અમારો સમાજ હિન્દુત્વને વરેલો છે ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. સમાજના અગ્રણીએ કહ્યું કે, અમારા ઈષ્ટ દેવ શ્રી રામની પુન પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે ત્યારે અમને આધ્યાત્મિક સંતોષ થયો છે. જ્યારે હવે 2024ની લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ભારતના વિકાસ માટે અમે સમર્થન આપ્યું છે.
ADVERTISEMENT
રૂપાલા વિવાદ શું છે ?
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT