The AIIMS director's big statement on the rising number of cases in Delhi, said these people are responsible
કોરોના વાયરસ /
દિલ્હીમાં સતત વધી રહેલા કેસો અંગે AIIMS ડિરેક્ટરનું મોટું નિવેદન, કહ્યું આ લોકો જવાબદાર
Team VTV04:31 PM, 11 Nov 20
| Updated: 04:50 PM, 11 Nov 20
દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના કેસોએ ચિંતા ઊભી કરી છે. દરમિયાન, AIIMS ના ડિરેક્ટરે કહ્યું છે કે ઘણી સુપર સ્પ્રેડર ઘટનાઓમાં લોકોની બેદરકારી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે.
દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. હવે AIIMS ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા એ પણ આ અંગે નિવેદન આપ્યું છે કે લોકોને તકેદારી વધારવાની જરૂર છે, તો જ કોરોના કેસ ઓછા થશે.
દિલ્હીમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ
ડો. રણદીપ ગુલેરિયા એ કહ્યું કે દિલ્હીમાં કોરોના કેસોમાં વધારો થયો છે. આનું મુખ્ય કારણ સુપર સ્પ્રેડર ઇવેન્ટ હોઈ શકે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો કોઈપણ સાવચેતી વિના એકઠા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, આપણે બધાએ આ તરફ આક્રમક રીતે કામ કરવું પડશે, જેથી કેસોની સંખ્યા ઘટાડી શકાય.
મહત્વ નું છે કે છેલ્લા દસ દિવસમાં દિલ્હીમાં કોરોના વાયરસ ના કેસમાં ભારે વધારો થયો છે. જો તમે છેલ્લા 24 કલાકની વાત કરો, તો પછી પાટનગરમાં 7830 કેસ સામે આવ્યા છે.
દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા સાડા ચાર લાખને વટાવી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 7143 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા બે અઠવાડિયાથી, રોજ દિલ્હીમાં 5000 થી વધુ કોરોના કેસ આવી રહ્યા છે, જે ચિંતા વધારવાનું કામ કરી રહ્યા છે. દિલ્હીમાં દર નવા દિવસે કોરોના રેકોર્ડ તૂટી રહ્યા છે, જેના કારણે લોકો તહેવારોમાં જાગરૂકતા વધારવા માટે અપીલ કરી રહ્યા છે.
ફાઈઝર રસી વિષે પણ AIIMS ડિરેક્ટરે આપ્યું નિવેદન
ડો. રણદીપ ગુલેરિયા એ ફાઈઝર રસી વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તે રસી રાખવા માટે -70 સી તાપમાન જરૂરી છે, જે ભારત જેવા દેશો માટે મુશ્કેલ બની શકે છે. કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં આ તાપમાન જાળવી શકવું સરળ નહીં બને, આ માટે કોલ્ડ ચેઇન જાળવવી સરળ નથી.
AIIMSના ડાયરેક્ટર અન્ય વેક્સિન ઉપર પણ ખુશી વ્યક્ત કરી હતી અને સફળ ટ્રાયલ અંગેની શુભેચ્છાઓ વ્યકત કરી હતી. નોંધનીય છે કે અમેરિકામાં ફાઈઝર રસીની ટ્રાયલ લગભગ સફળ રહી છે અને આ રસીએ 90 ટકા સાચા પરિણામો આપ્યા છે, જે પછી તેને ઉપયોગમાં લેવામાં સરળતા પડશે.