The Agriculture Minister said that we will wait for the answer, on the 28th day he replied again that we are ready for discussion but ...
આંદોલન /
કૃષિમંત્રીએ કહ્યું હતું કે જવાબની રાહ જોઈશું, 28મા દિવસે ખેડૂતોએ જુઓ શું આપ્યો જવાબ
Team VTV09:27 PM, 23 Dec 20
| Updated: 09:35 PM, 23 Dec 20
કૃષિ કાયદાઓની સામે દિલ્હીની ભાગોળે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આજે સરકારે કૃષિ કાયદાઓમાં સંશોધનનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે ખેડૂતોના જવાબની રાહ રહેશે.
ખેડૂતોએ કહ્યું, 'સરકાર ખુલ્લા મનથી ચર્ચા માટે બોલાવે'
MSP મુદ્દે સરકારનો પ્રસ્તાવ યોગ્ય નથી : ખેડૂતો
જો કે ખેડૂતો એ આ મામલે બેઠક કરી હતી અને કહ્યું હતું કે સરકારે મોકલેલો પ્રસ્તાવ એટલો પોકળ અને હાસ્યાસ્પદ છે કે એનો જવાબ આપવો યોગ્ય જાણતો નથી, આ મામલે વધુમાં તેમણે કહ્યું હતું કે અમે તૈયાર છીએ, જો કે સરકાર લેખિતમાં ઠોસ પ્રસ્તાવ મોકલે અને ખુલ્લા મનથી ચર્ચા માટે બોલાવે ત્યારે વાતચીત થશે.
કૃષિ કાયદાઓની સામે આજે 28 માં દિવસે સરકારે મોકલેલા પ્રસ્તાવની સામે ખેડૂત અગ્રણીઓની બેઠાક મળી હતી અને આ વખતે પણ તેમણે સરકારે મોકલેલા પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે MSP ને લઈને સરકાર તરફથી જે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તેમાં બધુ સ્પષ્ટ નથી માટે અમે આ સંશોધન પ્રસ્તાવને નકારીએ છીએ અને તમામ કૃષિ કાયદાઓ રદ્દ કરવાની માંગણી કરીએ છીએ.
20 રાજ્યોના ખેડૂતોએ કૃષિ કાયદાને કર્યું સમર્થન
જ્યાં એક તરફ 40 થી વધુ ખેડૂત સંગઠનો છેલ્લા 27 દિવસથી ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર બેઠા છે. આ તરફ, ખેડૂતોનો એક ભાગ કૃષિ કાયદાની તરફેણમાં આવ્યો છે. દેશના 20 જેટલા રાજ્યોના ખેડૂતો એ આજે કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર ને કૃષિ કાયદાને ટેકો આપતો પોતાનો સહી કરેલો પત્ર આપ્યો હતો.
આ દરમિયાન તોમારે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે 6 વર્ષમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે. દેશમાં બે સંજોગો છે. મોટાભાગના ખેડૂતો આ કાયદાને ટેકો આપી રહ્યા છે. આજે તમામ ખેડૂત ચિંતકોની ટીમ આવી છે. દેશભરમાં કાયદો પસાર થયા બાદ 3 લાખથી વધુ ખેડૂતો ની હસ્તાક્ષર મળ્યા છે.
13 હજારથી વધુ ખેડૂતોએ કર્યા હસ્તાક્ષર
આ પત્રો પર 3 લાખ 13 હજાર 363 ખેડૂતો એ હસ્તાક્ષર કર્યા છે. આ ખેડૂતોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષિ કાયદાઓ સંપૂર્ણ રીતે ખેડૂતોના હિતમાં છે. માટે અમે ખેડૂત કાયદાઓને સમર્થન કરીએ છીએ.