જ્યારે બે વ્યક્તિઓમાં પ્રેમ થાય છે ત્યારે રોમેન્સ પણ થાય જ છે. જે સંબંધને મજબુત બનાવવાની સાથે-સાથે બંન્ને વચ્ચે કંટાળો પણ આવવા દેતું નથી. તમે જોયું હશે કે ઉંમરના દરેક ચરણમાં મહિલાઓની પસંદ નાપંસંદ અને સ્વભાવમાં ફેરફાર આવતો હોય છે પણ શું તમે જાણો છો કે ઉમરની સાથે મહિલાઓની શારીરક સંબંધ બાંધવાની રુચિ પણ બદલાતી રહે છે. આજે તમને જણાવીશું કે કઈ ઉમરમાં મહિ્લાઓ વધારે રોમેન્ટિક હોય છે.
આમ તો માનવામાં આવે છે કે શારીરિક સંબંધ બાંધવાનો સૌથી સારો સમય 20-22ને માનવામાં આવે છે. કહેવાય છે કે તેના માટે જવાની કરતા વધુ કોઈ સારો દિવસ હોઈ ન શકે પરંતુ હમણાના જ એક રિસર્ચમાં તેનાથી ઉધું રિઝલ્ટ સામે આવ્યુ છે.
શોધ પ્રમાણે મહિલાઓ 35 થી 40ની ઉમરમાં સૌથી વધારે રોમેન્ટિક હોય છે. આ ઉંમર દરમ્યાન તેમની ઈચ્છાઓ વધી જતી હોય છે અને તેમને સંબંધ બાંધવો સૌથી વધારે પસંદ આવે છે.
તમને જણાવી દઈએ કે નેચરલ સાઈકલ એપ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં 2600 મહિલાઓ સાથે આ વાત કરવામાં આવી. જેમાં 35 વર્ષ કરતા વધારે ઉંમરની મહિલાઓએ સ્વીકાર્યુ કે શારીરિક સંબંઘ બાંધવા માટેની વધારે મજા તેમને હવે મળે છે.