અઘનાએ તેના સોશ્યલ મીડિયા પર ત્રણ પેજની એક નોટ શેર કરતાં જણાવ્યું છે કે આ નિર્ણયની પાછળનું કારણ આધ્યાત્મક છે. અઘના હવે પૂરી રીતે કૃષ્ણ ભક્તિમાં લિન થવા માંગે છે.
અઘના હવે પૂરી રીતે કૃષ્ણ ભક્તિમાં લિન થવા માંગે છે
આ ફિલ્ડ તમને એ વ્યક્તિ બનવા માટે મજબૂર કરી દે છે જે તમે નથી
તેઓ રાધાનાથ સ્વામીની શિષ્ય બની ગઈ છે
ટીવીના પોપ્યુલર શો 'અનુપમા' વિશે બધા જાણે જ છે. દરેક લોકોના ઘરમાં આ શો ચાલતો હશે અને શો ના દરેક એક્ટરને ઘરે ઘરે લોકો ઓળખતા હશે. એવા માં જ આ શોની એક સ્ટાર અઘના ભોસલે એ એક્ટિંગથી હંમેશા માટે બ્રેક લેવાની જાહેરાત કરી છે. અઘનાએ તેના સોશ્યલ મીડિયા પર ત્રણ પેજની એક નોટ શેર કરતાં જણાવ્યું છે કે આ નિર્ણયની પાછળનું કારણ આધ્યાત્મક છે. અઘના હવે પૂરી રીતે કૃષ્ણ ભક્તિમાં લિન થવા માંગે છે. જો કે અઘનાએ આ નિર્ણય માર્ચ મહિનામાં જ લઈ લીધો હતો પણ હાલ સોશ્યલ મીડિયા પર લોકો સામે જાહેરાત કરી છે.
એક્ટિંગથી બ્રેક લેતા અઘનાએ લોકો સાથે એક વાત પણ શેર કરી હતી જેમાં એમને કહ્યું હતું કે, ' તેઓ હાલ જે ફિલ્ડમાં છે એ ઘણું જ અલગ છે અને એ તેના વિચારો પર ઘણી ખરાબ અસર પાડી રહ્યું છે. આ ફિલ્ડ તમને એ વ્યક્તિ બનવા માટે મજબૂર કરી દે છે જે તમે નથી અને સાથે જ એ વસ્તુ પર તમને પૂરતો વિશ્વાસ છે તેના પરથી તમારો વિશ્વાસ છીનવી લે છે.' અઘનાએ બીજી ઘણી વાતો કહી જેમાં એમને જણાવ્યું હતું કે એમનું જીવન કઈ રીતે બદલાય ગયું છે.
આશ્રમમાં ગૌ સેવા કરે છે અઘના
અઘના એ હાલ જ તેની થોડી તસવીરો તેના સોશ્યલ મીડીયા પર શેર કરી છે જેમાં તે ગૌ સેવા કરી રહી છે અને એમને સાથે કહ્યું છે કે એમને ગૌમાતામાં અઢળક શ્રદ્ધા છે. બીજી એક તસવીરમાં અઘના ગૌમાતા સાથે બેઠી છે અને એના કેપ્શનમાં તેને લખ્યું છે કે, ' ગૌમાતામાં બ્રહ્માનો વાસ છે અને ભગવાન વિષ્ણુ તેમના મોઢામાં છે અને એમના પેટમાં બીજા દરેક ભગવાનનો વાસ હોય છે. સાથે અઘનાએ બીજી ઘણી તસવીરો શેર કરી છે જેના પરથી એવી ખબર પડી રહી છે કે તેઓ રાધાનાથ સ્વામીની શિષ્ય બની ગઈ છે અને એમના જ એક આશ્રમમાં રહે છે. એમની બીજી ઘણી તસવીરોમાં તેમના હાથમાં માળા છે જે દર્શાવે છે કે તે નિયમિત મંત્રજાપ કરી રહી છે. આ તસવીરોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે. ' દિવ્યતા હવા કરતાં એટલી સઘન અને ગાઢ છે કે તેમાં તમે તારી પણ શકો છો. બસ દરરોજ સાફ મને જપ કરો અને એ પ્રસન્ન થઈ જાય છે. અને આ એક સત્ય વાત છે.'
આ સાથે જ અઘનાએ તેમના યુટ્યુબ ચેનલ પર કેટલાક વિડીયો શેર કર્યા છે જેમાં તેઓ ઘણા ભજન ગાતી પણ નજરે ચઢે છે. આ સાથે જ ઘણા વિડીયોમાં એ ભારતમાં રહેલ કુપોષિત બાળકો વિશે પણ જણાવે છે અને તેમની મદદ કરવાની અપીલ કરે છે. સાથે જ ફિલ્મોથી ભક્તિ સુધી આવવાની તેની સફર વિશે પણ જણાવતી રહે છે.