ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીની એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર નજર આવી હતી. તેના લૂક કરતા લોકોનું ધ્યાન હાથમાં રહેલી બોટલ પર વધારે હતુ.
વિરાટ પીવે છે બ્લેક વોટર
ઉર્વશી પણ વિરાટના પગલે
ખુબ મોંઘુ આવે છે આ પાણી
આ કોઇ સાધારણ બોટલ નહોતી, પ્રીમિયમ આલ્કાઇન વોટરની આ બોટલ હતી કે જેને ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી પીવે છે. મહત્વનું છે કે આ બોટલની કિંમત 1200થી લઇને 2400 રૂપિયા સુધી છે.
શું છે બ્લેક વોટર
બ્લેક વોટરની PH વેલ્યુ ઘણી હાઇ હોય છે. કોવિડ-19 દરમિયાન વિરાટ સહિત અન્ય સેલેબ્સે પણ બ્લેક વોટર પીવાનુ શરૂ કરી દીધુ હતુ. જેનાથી તે પોતાની ઇમ્યુનીટિ વધારી શકે અને પોતાને ફીટ રાખી શકેય બ્લેક વોટર હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે અને PH લેવલને ઉંચુ રાખે છે.
કેમ મોંઘુ છે આ પાણી
આ પાણીની ક્વોલીટીને સારી બનાવવા માટે જીન મિનરલનો ઉપયોગ થાય છે. કલરમાં બ્લેક હોવાને કારણે ઘણુ મોંઘુ હોય છે. 70 ટકા મિનરલ્સ પાણીમાં ઇન્ફ્યુઝ કરવામાં આવે છે જેના કારણે પાણી બ્લેક થઇ જાય છે.
મહત્વનુ છે કે એરપોર્ટ પર ઉર્વશીએ બ્લેક જીન્સ , ટેન્ક ટોપ અને ક્રોપ બ્લેઝર પહેર્યુ હતુ. તે ખુબ જ સારી લાગી રહી હતી અને હાલમાં તે પોતાની આગામી વેબ સિરીઝ ઇંસ્પેક્ટર અવિનાશની શૂટિંગ કરી રહી હતી.