જામનગર મનપાના ટેન્ડર પ્રક્રિયા મામલે વિપક્ષે ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

By : kavan 10:12 PM, 21 August 2018 | Updated : 10:12 PM, 21 August 2018
જામનગર મહાનગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયામાં માત્ર એક પાર્ટીને ટેન્ડર આપી મહાનગરપાલિકાની તિજોરીને કરોડોનું નુકસાન કરાયું છે તેવા આક્ષેપો વિપક્ષે કર્યા હતાં.

જ્યારે શાસક પક્ષે કહ્યું કે, આ ટેન્ડર પ્રક્રિયામાં કોઈપણ પાર્ટી આવવા તૈયાર ન હતી. જેથી બીજા પ્રયાસમાં એક જ ટેન્ડર ભરાતાં તેનું નેગોશિએશન કરીને જંત્રીથી પણ ઊંચા ભાવે ટેન્ડર આપી દેવામાં આવ્યા છે. આ મુદ્દાને લઇને વિપક્ષ કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.    

ઉલ્લેખીય છે કે, ટેન્ડરની પ્રક્રિયાને લઈને જાગેલા વિવાદ અંગે મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીએ જણાવ્યું હતું કે આ ટેન્ડર પ્રક્રિયા ખૂબ પારદર્શક રીતે કરવામાં આવી છે. અગાઉ એક વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલુ પરંતુ કોઈપણ પાર્ટીએ રસ લીધો નથી.

જ્યારે બીજા પ્રયત્નમાં પણ સરકારના નિયમ મુજબ વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવી અને ત્યાર બાદ માત્ર એક જ પાર્ટી ટેન્ડર ભરેલું છે. હાલ સ્ટેન્ડિંગ કમિટીમાં આ ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે.  Recent Story

Popular Story