અનેક ગુનાઓમાં સંડોવાયેલો આરોપી જેલની દીવાલ કુદીને ફરાર

By : vishal 10:21 PM, 12 September 2018 | Updated : 10:21 PM, 12 September 2018
ગુજરાતની સબ જેલ અને જેલના સત્તાધિશો સામે સવાલોની વણઝાર ઉભી થઈ છે. આજે વાત ભચાઉ સબ જેલની છે. જોકે વર્ષ દરમિયાન રાજ્યની જૂદી-જૂદી જેલમાંથી જે રીતે આરોપીઓ બિન્દાસ ફરાર થઈ જાય છે. તેથી સવાલ હવે સુરક્ષાની રખેવાડી કરતા સત્તાધિશો સામે છે. 

ભચાઉ સબ જેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલની દિવાલ કુદીને બિન્દાસ ફરાર થઈ જાય છે અને હંટર લઈ જેલમાં આંટા ફેરા મારતા રખેવાડો માત્ર તમાશો જોય કરે છે.

આરોપી ભરત રામજી કોળી જેલમાંથી ફરાર થતા પોલીસે હવે જિલ્લામાં નાકાબંધી કરી છે અને  શોધખોળ હાથ ધરી છે, ત્યારે સવાલો એ ઉપજી આવે છે કે, કિલ્લાબંઘ જેલની દિવાલોમાંથી આરોપીઓ ભાગી છુટવામાં સફળ કેવી રીતે થાય છે.  

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story