બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The ACB has not been able to catch the corrupt official who has been absconding for seven months

ઢાંકપિછોડા / મહામારીમાં હોસ્પિટલ પાસેથી લાખોના હપ્તાખાઉ AMCના અધિકારીને બચાવનારા આકા કોણ?

Parth

Last Updated: 06:19 PM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આમ તો ACB દ્વારા મોટા મોટા બણગાં ફૂંકવામાં આવે છે, મોટા મોટા ગુનેગારોને પકડી પાડતી પોલીસ તથા ACB સાત-સાત મહિનાથી લાંચ કેસમાં ખાલી હાથ બેઠી છે.

  • 7 મહિનાથી ફરાર AMC અધિકારી 
  • અરવિંદ પટેલને બચાવવામાં કોનો હાથ?
  • મહામારીમાં 'મહા'કટકી કરતો હતો હપ્તાખાઉ અધિકારી 

ACB હજુ સુધી ખાલીહાથ કેમ?

ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખાનગી હોસ્પિટલોના બીલ સરકાર ભરશે અને પરંતુ અમદાવાદના તંત્રમાં મલાઈ ખાવા બેઠેલા અધિકારીઓએ તેને પોતાનો ધંધો બનાવી લીધો છે ખાનગી હોસ્પિટલો પાસેથી લાખો રૂપિયાની લાંચ લેવાની શરૂઆત કરી દીધી. સાત મહિના પહેલા લાંચ લેવાના આરોપમાં AMCના તે સમયના ડેપ્યુટી મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલ પર ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સાત મહિના વીતી ગયા હોવા છતાં ACBના હાથ ખાલી છે. એવામાં સવાલ થાય છે કે કોના દબાણના કારણે ACB અરવિંદ પટેલને પકડતી નથી અને જો અરવિંદ પકડાય તો કોને ખતરો હોઇ શકે છે? આ સિવાય ગુજરાતમાં ના ખાઈશું, ના ખાવા દઇશુંનીના નારા લગાવતી સરકાર આટલા મોટા ભ્રષ્ટાચારના કેસ પર કેમ કોઈ એક્શન નથી લઈ રહી તે પણ શંકાસ્પદ છે. 

AMCના આકાઓ દબાણ કરતાં હોવાની ચર્ચા

મોટા મોટા માથાઓને કલાકોમાં પકડી પાડતી ACB છ મહિનાથી કઈ કરી રહી નથી ત્યારે તંત્રમાં ચર્ચા છે કે અમદાવાદમાં કોરોના વાયરસના સંકટમાં નિષ્ફળ સાબિત થયેલા આકાઓ ACB પર દબાણ કરી રહી છે. સમગ્ર કેસમાં ACB ક્યારે એક્શનમાં આવશે તેની બધાને રાહ છે ત્યારે સવાલ થાય છે કે જો ચર્ચા સાચી હોય તો આખરે કેમ એક લાંચિયા ફરાર અધિકારીને બચાવવા માટે આખરે કેમ બચાવી રહ્યા છે? અને ACB કોના દબાણમાં આવીને આ હપ્તાખાઉની ધરપકડ નથી કરી રહી? ગુજરાતમાં કોરોના વાયરસ મહામારી ફેલાઈ રહી છે પરંતુ આ મહામારીમાં મેડિકલના માફિયાઓ ગુજરાતને વધારે નુકસાન પહોંચાડી રહ્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં થોડા મહિનાઓ પહેલા કેસ સામે આવ્યો હતો કે ખાનગી હોસ્પિટલના દર્દીઓના બિલ પાસ કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપીલ કૉર્પોરેશનના તે સમયના લાંચિયા અધિકારી અરવિંદ પટેલ બિલના 10 ટકા લાંચ લેતા અને હોસ્પિટલો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા. જોકે આ કેસમાં સાત મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી અરવિંદ પટેલ ફરાર છે. 

શું છે આખો મામલો 

ખાનગી હોસ્પિટલો પોતાના બીલ કૉર્પોરેશનમાં મોકલતી હતી જેમાં કોવિડ દર્દીઓની સારવાર આપતી ખાનગી હોસ્પિટલનું બિલ પાસ કરાવવા માટે હેલ્થ વિભાગમાં કામ કરતાં અધિકારી અરવિંદ પટેલ લાંચ માંગતા હતા. સિમ્સ હોસ્પિટલના ડૉક્ટર નરેશ મલ્હોત્રાએ સિમ્સ હોસ્પિટલ પાસેથી બિલ પાસ કરાવવા માટે 10 ટકા રકમ માંગી હતી. જે બાદ સિમ્સ હોસ્પિટલ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે બાદ ACBએ ગુનો નોંધ્યો જેમાં સામે આવ્યું કે દોઢ કરોડનું બિલ પાસ કરાવવા માટે કૉર્પોરેશનના અધિકારી અરવિંદ પટેલ વતી નરેશ મલ્હોત્રાએ 15 લાખની લાંચ માંગી હતી જે બાદ અરવિંદ પટેલને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાને સાત મહિના વીતી ગયા છતાં અરવિંદ પટેલને ACB શોધી શકી નથી. 

ACBની કામગીરી પર આ સવાલો ઘણું બધુ કહી જાય છે

  • 7 મહિનાથી અરવિંદ પટેલને સંતાડનારા કોણ છે?
  • ડૉ.અરવિંદ પટેલે કોના કહેવાથી કટકી માગી હતી?
  • ડૉ.અરવિંદ પટેલ પકડાય તો અમદાવાદ મહાપાલિકામાં સૌથી મોટો ખતરો કોને?
  • તો સૌથી મોટો સવાલ એ છે કે ડૉ.અરવિંદ પટેલ કોના કહેવાથી ખેલ પાડી રહ્યાં હતા?
  • મહાનગરની જનતાના કરોડો રૂપિયાની કટકી કરનારા અધિકારીઓ કોણ છે?
  • ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ.અરવિંદ પટેલ તો કોઈકના ઈશારે કામ કરતો હતો?
  • મહામારીમાં કોરોના દર્દીઓના નામે કોણ કરી રહ્યું છે મહાકટકી?
  • ડૉ.અરવિંદ પટેલ પકડાય તો કોણ-કોણ આવી શકે સાણસામાં?
  • 7 મહિનાથી ડૉ.અરવિંદ પટેલ ACBની પહોંચથી દૂર કેમ છે?
  • ડૉ.અરવિંદ પટેલની ભાળ ACBના બાહોશ અધિકારીઓને કેમ નથી મળતી?
  • કટકી કેસમાં શું અમદાવાદ મહાનગરપાલિકાએ કોઈ આંતરિક તપાસ કરી ખરી?
  • મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા હોદ્દેદારો જનતાને જવાબ આપશે ખરા?
  • શું ભાજપના નેતાઓ કટકી કેસના તળિયા સુધી પહોંચી શક્યા છે ખરા?
  • મહાનગરપાલિકાના હપ્તાખાઉ અધિકારીઓના 'કવર-અપ'નો સૌથી મોટો નમૂનો છે અરવિંદ પટેલ?

સંકળાયેલા મુદ્દાઓ

ACB ARVIND PATEL CASE AMC Corruption Vtv Exclusive અમદાવાદ અરવિંદ પટેલ મ્યુનિસિપીલ કૉર્પોરેશન Ahmedaabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ