બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / The 94-year-old Indian woman gave the country pride, winning gold and two bronze medals at the World Masters Athletics.

દેશની શાન / 94 વર્ષની ભારતીય મહિલાએ દેશને અપાવ્યું ગૌરવ, વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા

Megha

Last Updated: 04:17 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

  • વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલાએ ગોલ્ડ મેડલ જીત્યું 
  • 100 મીટરની રેસમાં 24.74 સેકન્ડમાં જીતીને ભારતની શાન બની ગયા
  • એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

કહેવાય છે ને કે કશું પણ શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી અને આ વાતનું ઉદાહરણ 94 વર્ષનાં મહિલા ભગવાની દેવી એ લોકો સામે મૂક્યું છે. આ દાદીનું નામ છે ભગવાની દેવી. જેમને ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 100 મીટરની રેસમાં 24.74 સેકન્ડમાં જીતીને ભારતની શાન બની ગયા છે. ફિનલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. 

આ ખબર બહાર આવતાની સાથે જ લોકો આ 94 વર્ષના દાદીની ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે. સાથે જ લોકો એમને વધામણી આપી રહ્યા છે. ભગવાની દેવી આ પહેલા પણ ઘણી વખત ખબરોમાં આવી ગયા છે. એમને ચેન્નઇમાં યોજાયેલ નેશનલ માસ્ટર્સ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. એ પછી ભગવાની દેવીને વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસ ભારતને રિપરેજન્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. 

ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. 

કંગના રનૌતે તેમના સોશ્યલ મીડિયામાં ભગવાની દેવીની તસવીર શેર કરતાની સાથે એમની પ્રસંશા કરી હતી. ભગવાની દેવી ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 100 મીટરની રેસમાં 24.74 સેકન્ડમાં જીતી ગયા હતા અને એમની માટે તેઓ ગોલ્ડ મેડલ જીત્યા છે અને સાથે જ શૉટ પુટ ખેલમાં તેઓ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

હાથમાં ગોલ્ડ મેડલ પકડેલ ભગવાની દેવીની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો એમની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી પણ એમની આ તસવીર શેર કરવામાં આવી છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ' ભારતની 94 વર્ષની ભગવાની દેવીએ કરી એક વખત સાબિત કરી દીધું છે કે ઉંમર તો એક આંકડો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ