The 8-year-old completed 65 kilometers of trekking
મોટી સફળતા /
8 વર્ષના આ બાળકનું સાહસ જોઈને તમને પણ પ્રેરણા મળશે, ભાવનગરના અદ્વૈત ચુડાસમાંએ હાંસલ કરી મોટી સફળતા
Team VTV07:56 PM, 26 Oct 21
| Updated: 07:59 PM, 26 Oct 21
ભાવનગરના 8 વર્ષના અદ્વૈતે 65 કિલોમીટર લાંબો ટ્રેક માત્ર 5 દિવસમાં કાઢતા તેણે નાની ઉંમરમાંજ મોટી સફળતા હાંસલ કરી છે. જેમા તેણે 3800 મીટરની ઉચાઈએ આવેલ શિવમંદીરના ટ્રેકિંગને પૂ્ર્ણ કર્યુ
8 વર્ષના બાળકે 65 કિલોમીટર ટ્રેકિંગ પૂર્ણ કર્યું
5 દિવસમાં 65 કિલોમીટરનું અંતર કાપ્યું
3800 મીટરની ઉચાઈએ આવેલ શિવમંદીરના ટ્રેકિંગને પૂ્ર્ણ કર્યુ
અડગ મન ના માનવી ને હિમાલય સર કરવો અઘરો નથી લાગતો તેવું જ બન્યું છે ભાવનગર ના 8 વર્ષ ના બાળક અદ્વૈત ચુડાસમા ના બાળપણ મા આ બલ્કે તાજેતરમાં બરફ ની થતી વર્ષા સાથે 5 દિવસમાં 65 કિલોમીટર નું ટ્રેકિંગ પૂર્ણ કર્યું અને દરમ્યાન અદ્વૈત એ વિશ્વ ના સૌથી ઊંચા હિન્દૂ મન્દિર ચંદ્રશીલા સર કરી ને સફળતા મેળવી છે.
3800 મીટર ઉપર આવેલું છે શિવમંદિર
તાજેતરમાં ભાવનગર યુથ હોસ્ટેલ દ્વારા ચોપતા તુનગનાથ ટ્રેક નું આયોજન કર્યું હતું કડકતી થનડી અને તાજેતરમાં થયેલા હિંવર્ષાય ની વચ્ચે અદ્વૈત એ આ ટ્રેકિંગ કરી એક રેકોર્ડ સ્થાપિત કર્યો મૂળ ભાવનગર મા રહેતા કિરણસિંહ ચુડાસમા તેમાં મિત્રો સાથે કેદારનાથ સહિત ના વિસ્તારોમાં ટ્રેકિંગ મા ગયા હતા જ્યા તેમની સાથે 8 વર્ષનો પુત્ર અદ્વૈતસિંહ પણ જોડાયો હતો એક તરફ બદલાતું વાતાવરણ ,જમીન ઘસી પદવી જેવા અનેક અવરોધ વચ્ચે પણ આ બાળક એ પહેલા 26 કિલોમીટર નું ટ્રેકિંગ કેદારનાથ નું અને બાદ મા 3800 મીટર ની ઊંચાઈ એ આવેલા શિવમંદિરના ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું.
અઘરો ટ્રેક સફળતાથી કર્યો પૂર્ણ
આ ટ્રેકિંગ દરમ્યાન વિશ્વ ના સૌથી ઊંચા તુનગ નાથ મહાદેવના દર્શન પણ અદ્વૈત એ કરી પોતાની જાત ને ધન્યતા અનુભવી હતી અદ્વૈતના પિતા એ જણાવ્યું હતું કે યાત્રા બહુ કઠિન હતી પરંતુ હિંમત અને ઈશ્વરની પ્રાર્થના ની સાથે આ અઘરો ટ્રેક અમે સફળતા થી પૂર્ણ કર્યો હતો. ભાવનગર યુથ હોસ્ટેલ વર્ષોથી અવનવા ટ્રેકિંગ ને લઈ ને જાણીતું બન્યું છે યુથ હોસ્ટેલના ગ્રુપ લીડરો ની મહેનત અને ટ્રેકર ના આત્મ વિશ્વાસના કારણે અઘરા ગણાતા ટ્રેકિંગઓ પણ સફળતા થી પૂર્ણ થાય છે.
65 કિમીનો ટ્રેક સફળતા કર્યો પૂરો
આપને જણાવી દઈએ કે તાજેતરમાં થયેલા આ ટ્રેક મા સ્પર્ધકો 360 ડીગ્રી ના વ્યુ સાથે કેદાર પર્વત નું ટ્રેકિંગ પણ કર્યું હતું અનેક અવરોધ અને ઘટતા જતા સ્વચોશ્વાસ ની પ્રક્રિયા વચ્ચે પણ સાહસિક ટ્રેકરો એ ફૂલ 65 કિલોમીટર નો ટ્રેક પૂર્ણ કર્યો હતો અદિત એ પોતાના ટ્રેકિંગ દરમયાન ના અનુભવો જણાવ્યા હતા તેમને કહ્યું કે મને મારા પિતા ઉપરાંત અમારી સાથેના ટ્રેકર્સ ના કારણે મને હૂંફ મળી અને વિશ્વ ના સૌથી ઊંચા હિન્દૂ મન્દિર ના મેં દર્શન કર્યા હતા.
ભાવનગર યુથ હોસ્ટેલ દ્વારા આયોજન કરાયું હતું
ભાવનગર યુથ હોસ્ટેલ દ્વારા યોજાયેલા ટ્રેકિંગ માં ભાગ લઇ ને આવેલા એડિટ અને તેના પિતાએ અનુભવેલા વર્ણ થી એટલું ચોક્કસ કહી શકાય કે જો સમય અને તબિયત સાથ આપે તો એક વખત કેદારનાથ અને તેની આસપાસ ના વિસ્તરનો ટ્રેક કરવાજેવો છે કારણકે સ્વર્ગ શું છે તે ટાયન નયન રમ્ય દર્શ્યો જોઈએ તો જ ખબર પડે