The 5G service will be launched in India after the auction of 5G spectrum
5G Service /
ભારતમાં ક્યારે શરૂ થશે 5G સેવા, કેટલી હશે સ્પીડ, કયા શહેરોને પહેલા લાભ મળશે, જાણો સમગ્ર માહિતી
Team VTV04:08 PM, 02 Feb 22
| Updated: 04:11 PM, 02 Feb 22
ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી થયા બાદ 5જી સર્વીસ શરૂ કરવામાં આવશે. આ વર્ષે શરૂઆતના 3 મહિનામાં જ 5જી સ્પેક્ટ્રમની હરાજી થવાની શક્યતા છે. જેમા 13 શહેરોમાં સૌથી પહેલા 5જી સર્વીસને શરૂ કરવામાં આવશે.
5જી સ્પેકટ્રમની હરાજી પછી શરૂ થશે 5જી સેવા
વર્ષના પહેલા ત્રણ માસમાં હરાજી થાય તેવી સંભવના
શરૂઆતમાં 13 શહેરોમાં 5જી સેવા શરૂ થશે
નાણામંત્રી નિર્મલા સિતારમણે કાલે 2022નું બજેટ રજૂ કર્યું જેમા તેમણે કહ્યું કે ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે થશે. જેથી આવતા વર્ષ સુધીમાં જીઓ, એરટેલ અને વીઆઈ જેવી ટેલીકોમ કંપનીઓ દ્વારા 5જી સર્વીસ શરૂ કરી દેવામાં આવશે. 5જીના સફળતાપૂર્વ લોન્ચ કરવામાં કંપનીઓ દ્વારા હાલ વિવિઘ સ્થળો પર 5જી નેટનર્કનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.
પહેલા 3 માસમાં સ્પેક્ટ્રમની હરાજી થાય તેવી શક્યતા
જોકે હરાજી કયા સમયે કરવામાં આવશે તે વીશે હજું કોઈ માહિતી આપવામાં નથી આવી જોકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે 2022ના પહેલા 3 માસમાંજ 5જી સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. ટ્રાય દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે 5જી સેવા અમુકજ શહેરોમાં પહેલા ઉપલબ્ધ કરવામાં આવશે.
13 શહેરોમાં પહેલા શરૂ થશે 5જી સેવા
મીડિયા રિપોર્ટ પ્રમાણે જીઓમાં 420 MBPSની ડાઉનલોડ સ્પીડ અને 412 MBPSની અપલોડ સ્પીડ નોંધાઈ છે. જોકે લોન્ચ પછી આ સ્પીડ થોડી ઓછી જોવા મળી શકે છે. Dotમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવી પુષ્ટિ કરવામાં આવી છે કે 5જી સેવા શરૂઆતમાં 13 શહેરોમાં શરૂ કરવામાં આવશે.
સ્પેકટ્રમની હરાજી બાદ 5જી સેવા શરૂ થશે
શરૂઆતમાં 5જી સેવાઓ દિલ્હી, ગુરુગ્રામ, બેંગલુરુ,કોલકત્તા, ચંદીગઢ, જામનગર, અમદાવાદ, ચેન્નઈ, હૈદરાબાદ, લખનૌ, પુણે અને ગાંધીનગરમાં શૂ કરવામાં આવશે. 5જી ફ્રીકવન્સી બેંડ હાલ ભારતમાં ઉપલબ્ધ નછી પરંતુ આ વર્ષના અંતમાં સ્પેકટ્રમની હરાજી બાદ તેને ઉપલબ્ધ કરી દેવામાં આવશે.
આટલા બેન્ડની થશે હરાજી
ઉલ્લેખનીય છે કે ભારતમાં 5જી સ્પેક્ટ્રમના બેન્ડ 526-698 mhz, 700mhz, 800mhz 900mhz, 1800mhz, 2100mhz, 2300mhz, 2500mhz, 3300-3670mhz અને 24.25-28.5ghzની હરાજી થશે.