બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:20 PM, 13 December 2024
ADVERTISEMENT
આજના આ જમાનામાં તમે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા હોવ તો પોતાના ભવિષ્ય વિશે આર્થિક રીતે સજાગ રહેવું જોઈએ. જેમાં બચત કરવી ખૂબ જરૂરી છે. નહીં તો ભવિષ્યમાં તકલીફ પડી શકે છે. અત્યારના મોંઘવારીના જમાના સેવિંગ કરવું ખૂબ કઠિન બની ગયું છે. પરંતુ અમે તમને સેવિંગના એક એવા ફોર્મ્યુલા વિશે જણાવીશું જેને અપનાવી તમે બચત કરીને અમીર પણ બની શકો છો.
આ ફોર્મ્યુલાને 50:30:20 કહેવાય છે. જેમાં તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચવાની હોય છે. જેમાં તમે નોકરી કે વ્યાપાર કરી રહ્યા હોવ તો પણ આ ફોર્મ્યુલા અપનાવી સેવિંગ કરી શકો છો. ચાલો જાણીએ આ ફોર્મ્યુલા વિશે. જો તમારો પગાર મહિનાનો 50,000 રૂપિયા છે પરંતુ તમે પૈસા કેવી રીતે બચાવવા તે સમજાતું ન હોય તો 50:30:20 ફોર્મ્યુલા અપનાવી જરૂરી છે.
ADVERTISEMENT
50%+30%+20% ફોર્મ્યુલા એટલે કે તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચવી. જેમાં 50 ટકા હિસ્સો કરિયાણા, શિક્ષણ સહિતની જરૂરી જરૂરિયાતો પર ખર્ચ કરવો. જેમાં તમે મકાન ભાડા કે હોમ લોનને તેમાં સમાવેશ કરી શકો છો. એકંદરે તમારી માસિક આવકનો અડધો ભાગ આ કામ માટે ફાળવો.
જેમ જેમ તમારી આવક વધશે તેમ રોકાણની રકમ પણ વધશે. સતત 10 વર્ષ સુધી આ ફોર્મ્યુલા અનુસાર ખર્ચ અને બચત કર્યા બાદ તમને ક્યારેય પૈસાની તંગીનો સામનો નહીં કરવો પડે. કેમ કે આ રીતે બચાવેલા પૈસા એક મોટું ફંડ બનશે. જે તમને મુશ્કેલીના સમયે સાથ આપશે. આ સિવાય જો તમે 20 - 25 વર્ષ સુધી આ રીતે 20 ટકા રકમ બચાવતા રહેશો તો તમારે રિટાયરમેન્ટ ફંડ વિશે પણ નહીં વિચારવું પડે.
જો તમે 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરો છો તો તમારી પાસે એટલી મોટી રકમ ભેગી થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ આ સપનું ત્યારે જ પૂરું થાય જ્યારે તમે 50:30:20 ફોર્મ્યુલાને મજબૂતીથી અનુસરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT