બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અન્ય જિલ્લા / ગુજરાતનું 400 વર્ષ જૂનું મંદિર, જ્યાં રામાયણના તમામ પ્રસંગોનુ મંદિરની કોતરણીમાં વર્ણન
Last Updated: 07:23 AM, 9 July 2024
મહીસાગર જીલ્લો અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલો છે જિલ્લામાં આવેલા પર્વતો અને જંગલોથી વાતવરણ ખુબ મનભાવન લાગે છે. લુણાવાડાનગર બે મુખ્ય નદીઓ મહીસાગર અને પાનમની વચ્ચે વસેલું છે.લુણાવાડા નગરમાં સોલંકીવશનું શાસન હતું અને આજે પણ નગરમાં આવેલો મહેલ રજવાડાની ઝાંખી પૂરે છે. લુણાવાડા રાજ્યના રાજમાતા શ્રી કુસલકુંવરબાએ બંધાવેલું એક મંદિર નગરની આસ્થાનું પ્રતિક છે.. આ મંદિર એટલે રામજી મંદિર.
ADVERTISEMENT
૩૦૦ થી ૪૦૦ વર્ષ જુનું મંદિર
રામજી મંદિર આશરે ૩૦૦ થી ૪૦૦ વર્ષ જુનું છે.. વર્ષ-૧૯૮૭માં સંત શ્રી ડોગરેજી મહારાજના વરદ હસ્તે રામજીમંદિરનો જીર્ણોધ્ધાર કરી દક્ષિણશૈલીમાં ઔલોકિક કલાકૃતિઓથી કંડારી નવું રૂપ આપવામાં આવ્યું હતું. લુણાવાડાનગરના રામજીમંદિરની દક્ષીણ શૈલી ખાસ આકર્ષણ નું કેન્દ્ર છે અને આ પ્રથમ એવું રામજી મંદિર છે જે દક્ષીણશૈલીમાં છે મંદિરમાં અદભુત કલાકૃતિઓ બનાવવામા આવી છે.મંદિરના ગુંબજના પરની મુર્તિઓમાં દરેક અવતાર માં જાણે જીવ હોય તેવી સુંદર કોતરણી કરેલી છે. મંદિર આગળના ભાગે રામાયણના તમામ પ્રસંગો કોતરવામાં આવેલા છે.
ADVERTISEMENT
ભગવાન રામલ્લાની મૂર્તિની બિલકુલ સામે ગરુડજી મહારાજ બિરાજમાન
ભગવાનને સવાર સાંજ આરતી સાથે અલગ અલગ ભોગ ચડાવવામાં આવે છે.. ભગવાન રામલ્લાની મૂર્તિની બિલકુલ સામે ગરુડજી મહારાજ જાણે ભગવાનની ચારે બાજુથી રક્ષણ કરતા હોય તેમ બીરાજમાન છે. દક્ષિણ શૈલીમાં બનાવવામાં આવેલા રામજીમંદિરમાં નગરવાસીઓ નિયમિત દર્શન કરવા આવે છે રામજી મંદિરમાં વર્ષોથી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે રામ જન્મદિવસે વિવિધ કાર્યક્રમ તેમજ ભગવાનની નગરમાં શોભાયાત્રા કાઢી જન્મદિવસ ઉજવવામાં આવે છે.
વાર-તહેવારે મંદિરમાં યોજાય છે કાર્યક્રમો
જન્માષ્ટમી અને દિવાળીમાં મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે જેમાં મંદિરને રોશનીથી શણગારવામા આવે છે. અને દરેક વાર-તહેવારે મહિલા મંડળ દ્વારા ભજન, સીતારામ પરિવાર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે.મંદિરમાં નગરના લોકો સવાર સાંજ આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.