બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જગન્નાથ મંદિરના એ 3 દરવાજા, જે છેલ્લાં ઘણા સમયથી હતા બંધ, હવે ખુલ્યાં, જાણો રસપ્રદ કહાની

જાણવા જેવું / જગન્નાથ મંદિરના એ 3 દરવાજા, જે છેલ્લાં ઘણા સમયથી હતા બંધ, હવે ખુલ્યાં, જાણો રસપ્રદ કહાની

Last Updated: 01:13 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jagannath Puri Temple Gates Latest News : પુરીના જગન્નાથ મંદિરમાં જતા ભક્તો ચારેય દરવાજાથી મંદિરમાં પ્રવેશ કરી શકશે, પણ શું તમે જાણો છો મંદિરના ત્રણ દરવાજા કેમ આટલા વર્ષોથી બંધ હતા ?

Jagannath Puri Temple Gates : પુરીના જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા તેના ઢંઢેરામાં મંદિરના તમામ દરવાજા ખોલવાનું વચન આપ્યું હતું અને હવે નવી ચૂંટાયેલી સરકારે ચારેય દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. હવે મંદિરમાં જતા ભક્તો ચારેય દરવાજાથી મંદિરમાં પ્રવેશ કરી શકશે. જોકે નવી સરકાર દ્વારા ચારેય દરવાજા ખોલ્યા બાદ હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, રહસ્યોથી ભરેલા જગન્નાથ મંદિરના આ દરવાજા પહેલા કેમ બંધ રાખવામાં આવ્યા હતા અને આ દરવાજા ખુલ્યા બાદ શું ફેરફાર થશે ?

પુરીના જગન્નાથ મંદિરમાં કુલ કેટલા દરવાજા ?

જગન્નાથ મંદિરમાં ચાર પ્રવેશદ્વાર છે, જેમાં સિંહ દ્વાર, અશ્વ દ્વાર, વ્યાઘ્ર દ્વાર અને હસ્તી દ્વાર છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, જગન્નાથ મંદિરના આ બધા દરવાજા હંમેશા બંધ નથી રહેતા. આ દરવાજા થોડા વર્ષો પહેલા જ બંધ હતા અને હવે ફરીથી ખોલવામાં આવ્યા છે. હાલમાં ચાર દરવાજામાંથી ત્રણ દરવાજા બંધ છે અને એક દરવાજો ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે ખુલ્લો છે. જે દરવાજામાંથી ભક્તો પસાર થતા હતા તેનું નામ 'સિંહ દ્વાર' છે.

આવો જાણીએ 3 દરવાજા ક્યારે બંધ થયા ?

વિગતો મુજબ વર્ષ 2019માં જ્યારે કોરોના મહામારી હતી ત્યારે સાવચેતીના ભાગરૂપે જગન્નાથ મંદિરના ત્રણ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. આ ત્રણ દરવાજા બંધ કરવાનો હેતુ ભીડને નિયંત્રિત કરવાનો અને સામાજિક અંતર જાળવવાનો હતો. આવી સ્થિતિમાં ચારેય દરવાજામાંથી પ્રવેશ એક ગેટ સુધી મર્યાદિત હતો જેથી ભીડને નિયંત્રિત કરી શકાય અને તેમની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય.

ચૂંટણી પહેલા ભાજપે વચન આપ્યું અને હવે.....

આ દરવાજા 2019 થી બંધ હતા અને ભાજપે ચૂંટણી પહેલા આ દરવાજા ખોલવાનું વચન આપ્યું હતું. જે બાદમાં હવે આ તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ પાંચ વર્ષ દરમિયાન આ દરવાજા ખોલવા માટે ઘણી વખત માંગ કરવામાં આવી હતી. લોકોનું કહેવું હતું કે, માત્ર એક જ ગેટથી પ્રવેશના કારણે દર્શન માટે લાંબો સમય રાહ જોવી પડી હતી.

વધુ વાંચો : ભક્તો માટે ગુડ ન્યુઝ: આજથી ભગવાન જગન્નાથના ચારેય દ્વાર ખુલ્લાં, એ પણ 5 વર્ષ બાદ

આવો જાણીએ શું છે આ 4 દરવાજાની વાર્તા ?

  • સિંહ દ્વાર :-આ ચાર દરવાજા ચાર દિશામાં છે. સિંહ દ્વાર મંદિરની પૂર્વ બાજુએ છે, જેનું નામસિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. જગન્નાથ મંદિરમાં પ્રવેશવા માટે આ મુખ્ય દ્વાર છે અને તેને મોક્ષ દ્વાર પણ કહેવામાં આવે છે.
  • વ્યાઘ્ર દ્વાર :-આ દ્વારનું નામ વાઘના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે આકાંક્ષાનું પ્રતિક માનવામાં આવે છે. આ દરવાજો પશ્ચિમ દિશામાં છે અને આ દ્વારથી સંતો અને વિશેષ ભક્તો પ્રવેશ કરે છે.
  • હસ્તિ દ્વાર :- હસ્તી દ્વારનું નામ હાથીના નામ પરથી પડ્યું છે અને તે ઉત્તર દિશામાં છે. વાસ્તવમાં હાથીને ધનની દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે અને તે લક્ષ્મીનું પ્રતીક છે. એવું કહેવાય છે કે આ દરવાજાની બંને બાજુ હાથીઓની આકૃતિઓ છે, જે મુગલ કાળ દરમિયાન ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
  • અશ્વ દ્વાર :- અશ્વ દ્વાર દક્ષિણ દિશામાં છે અને ઘોડો તેનું પ્રતીક છે. તેને વિજયનો દરવાજો પણ કહેવામાં આવે છે અને યોદ્ધાઓ વિજયની ઇચ્છા માટે આ દ્વારનો ઉપયોગ કરતા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Puri Temple Gates Jagannath Puri Puri Jagannath
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ