બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 24મીએ જાહેર કરાશે PM કિસાનનો 19મો હપ્તો, પરંતુ આ ખેડૂતોના એકાઉન્ટમાં નહીં આવે રૂપિયા!
Last Updated: 12:57 PM, 4 February 2025
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. જેમાં પાત્ર ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. PM કિસાન યોજનામાં વર્ષે 2-2 હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે. અત્યાર સુધી 18 હપ્તા આપવામાં આવ્યા છે. હવે તેનો 19મો હપ્તો આવવાનો છે. આ હપ્તો ક્યારે આવશે તેની તારીખ પણ આવી ગઈ છે. પરંતુ 19માં હપ્તાથી અમુક ખેડૂતો વંચિત પણ રહી શકે છે. આવો જાણીએ તે વિશે.
ADVERTISEMENT
પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 18 હપ્તા આપવામાં આવ્યા છે અને હવે 19મા હપ્તાનો વારો છે, જેની તારીખ પણ જાહેર કરાઈ છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી હતી કે PM નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લે તેવી શક્યતા છે. જ્યાં તેઓ આ દિવસે 19મો હપ્તો રિલીઝ કરશે.
ADVERTISEMENT
જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છો તો તમારા માટે e-KYC કરાવવું ફરજિયાત છે. જે ખેડૂતોએ આ કામ પૂર્ણ નથી કરાવ્યું તેમનો હપ્તા અટકી શકે છે. તમે તમારા નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈને eKYC કરાવી શકો છો અથવા તમે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને e-KYC પણ કરાવી શકો છો.
જે ખેડૂતોએ ભૂ સત્યાપન કામ કરાવ્યું નથી તેમના હપ્તા પણ અટકી શકે છે. જો તમે 19માં હપ્તાનો લાભ મેળવવા માંગતા હોવ તો આ કામ ચોક્કસ કરાવો. ભૂ સત્યાપનનું કામ કરાવવું ફરજિયાત છે. જેમાં ખેડૂતની જમીનની ચકાસણી કરવામાં આવે છે.
પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા જે ખેડૂતો આધાર લિંકિંગનું કામ પૂર્ણ નહીં કર્યું હોય તેમના હપ્તા પણ અટકી શકે છે. જેમાં તમારે તમારા આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવું પડશે. તો જ તમને 19મો હપ્તો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.