બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રા પહેલાં એકતા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન, પોલીસ કમિશનર અને દિલીપદાસજી મહારાજે કરી બેટિંગ
Last Updated: 11:59 PM, 21 June 2024
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં શરૂ કરી દેવાઇ છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઇના દિવસે અષાઢી બીજના દિવસે યોજાશે, ત્યારે રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસે એકતા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રથયાત્રા પહેલાં અમદાવાદમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ
જેમાં હિન્દુ, મુસ્લિમ સમુદાય તથા પોલિસની 16 ટીમો રમશે. આ ટૂર્નામેન્ટ અમદાવાદ પોલીસ કમિશનર જી,એસ.મલિક અને જગન્નાથ મંદિરના મહંત સહિત મૌલાનાની હાજરીમાં ખુલ્લી મુકવામાં આવી હતી. પોલીસ કમિશનર અને મહંત દિલીપદાસજી મહારાજે બેટિંગ અને બોલિંગ કરી ટૂર્નામેન્ટને ખુલ્લી મુકી હતી.
વાંચવા જેવું: ટ્રાફિક ઈ-મેમોના નામે ફોન આવે તો સાવધાન! લાઈસન્સ રદ કરવાની ધમકી આપી લોકો સાથે છેતરપિંડી
પોલીસે એકતા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું
બંને સમુદાય વચ્ચે એકતા અને ભાઇચારો બની રહે તે માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરાય છે. પોલીસ કમિશનર અને મહંત દિલીપદાસજી મહારાજે પણ બેટિંગ અને બોલિંગ કરી ટુર્નામેન્ટને ખુલ્લી મુકી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.