Review / 'થપ્પડ'માં હિંસા અને ભાષણબાજી દર્શાવ્યા વિના દર્શકોને પકડી રાખે છે ફિલ્મ, જાણો જોવી કે નહીં

Thappad Movie Review In Gujarati

તાપસી પન્નૂની ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ઘરેલૂ હિંસા પર બનેલી આ ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ થપ્પડ અને તેના ડિરેક્ટર અનુભવ સિન્હાની ખૂબ પ્રસંશા થઈ રહી છે. બસ એક થપ્પડ હી તો થા, ક્યા કરું, હો ગયા ના. પણ એનાથી વધારે જરૂરી સવાલ છે કે આવું થયું જ કેમ. બસ આ જ કેમનો જવાબ શોધે છે અનુરાગની ફિલ્મ થપ્પડ. તમે ટ્રેલરમાં જોયું જ હશે કે અમૃતા (તાપસી પન્નૂ) કઈ રીતે તેના પતિ પ્રત્યે સમર્પિત હોય છે. એ તેના પતિના સપના પૂરા કરવા માટે જાન લગાવી દે છે અને પછી એક પાર્ટીમાં બધાંની સામે અચાનક તેનો પતિ તેને થપ્પડ મારી દે છે અને તેના બધાં જ સપના તૂટી જાય છે અને પછી એક પતિ સામે સ્ત્રીનો જંગ શરૂ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ